સાવધાન મુંબઈગરાઃ હવામાનના પલટાને કારણે ‘આ’ બીમારીમાં વધારો…
નવા વાઈરસથી શું તકેદારી રાખશો, જાણો મહત્ત્વની માહિતી
મુંબઈ: મુંબઈમાં તાપમાનમાં વારંવાર થઇ રહેલા ફેરફારને કારણે શરદી-ઉધરસ, ફ્લૂ અને અસ્થમા જેવી શ્વસન સંબંધિત બીમારીઓના કેસમાં વધારો થયો છે. પવનો ફૂંકાવાની દિશા-પદ્ધતિમાં વારંવાર ફેરફાર થઇ રહ્યો છે, તેથી ડિસેમ્બર, ૨૦૨૪થી શહેરમાં ઘણી વખત ગરમી તો ક્યારેક ઠંડી તો ક્યારેક દિવસે ગરમી અને રાત્રે ઠંડી જેવો મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. ‘ઠંડા વાતાવરણમાં હંમેશાં શ્વસન સંબંધિત સમસ્યાઓ થતી હોય છે.
આ પણ વાંચો : ‘એક વાર છોકરીની પાછળ જવું, એ પીછો કરવો ના ગણાય’ બોમ્બે હાઈકોર્ટે ચોંકાવનારો ચુકાદો આપ્યો!
પાર્ટિક્યુરેટ મેટર (પીએમ) સાથે વાયુનું પ્રદૂષણ અને જોખમી કેમિકલ્સની સીધી અસર શ્વસન પ્રક્રિયા પર પડે છે. તાપમાનમાં અચાનક થતા ફેરફારથી અસ્થમા, બ્રાન્કાઇટિસ, શ્વસન માર્ગમાં સમસ્યા ઊભી થાય છે’, એમ લીલાવતી હૉસ્પિટલ ઇન્ટરનલ મેડિસિનના નિષ્ણાત ડૉ. સી. સી. નાયરે જણાવ્યું હતું.
‘ઠંડું હવામાન અને તાપમાનમાં થઇ રહેલા અચનાક ફેરફારને કારણે શ્ર્વસન સંબંધિત સમસ્યામાં પચાસ ટકાનો વધારો થયો છે. શિયાળામાં કાળજી લેવી જરૂરી છે અને શ્ર્વાસ લેવામાં સમસ્યા નડવી, શરદી-ખાંસીને નજરઅંદાજ કરવાનું ટાળવું જોઇએ. ઓપીડીમાં ૩૫થી ૬૫ સુધીની વયના ૧૦માંથી સાત દર્દી એલર્જી સાથેના તાવ-ઉધરસ-શરદી સાથે આવી રહ્યા છે જેઓને લાંબાગાળાની સારવારની જરૂર છે’, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
હાલમાં પ્રદૂષણમાં થયેલો વધારો તથા તાપમાનમાં થઇ રહેલા ફેરફારને કારમે ન્યૂમોનિયા અને ફ્લૂ જેવી સમસ્યાઓ થઇ રહી છે ત્યારે ઝાયનોવા શેલ્બી હૉસ્પિટલના પ્યુલમોનોલોજિસ્ટ ડૉ. તનવી ભટે ફ્લૂ-નિમોનિયાની રસી લેવાની સલાહ આપી હતી.
મુંબઈમાં હવામાં થઇ રહેલા ફેરફારને કારણે શરદી-ઉધરસ-તાવ, ફ્લૂ, અસ્થમા, બ્રાન્કાઇટિસ અને ક્રોનિક ઓબ્સ્ટ્રકટિવ પ્યુલમોનોરી ડિસીઝ (સીઓપીડી), ન્યૂમોનિયા જેવી માંદગીમાં વધારો થયો હોવાનું તનવી ભટે જણાવ્યું હતું.
શું છે એચએમપીવી?
એચએમપીવીએ ગંભીર એવું શ્વસન સંબંધિત ઇન્ફેકશન છે. આ મોસમી વાઈરસ શરદી જેવો જ હોય છે જે શ્વસન માર્ગમાં ઇન્ફેકશન ફેલાવે છે. સામાન્ય રીતે આ વાઈરસ શિયાળા અને ઉનાળાના શરૂઆતી મહિનાઓમાં ફેલાય છે.
આ પણ વાંચો : પાણીને મુદ્દે પાણીપત: બે જૂથ વચ્ચેની અથડામણમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા…
આટલું ખાસ કરવું!
- ખાસી અથવા છીંક આવે ત્યારે ટિશ્યુ પેપર અથવા રુમાલથી મોં ઢાંકવું.
- સાબુ અને પાણીથી વાંરવાર હાથ ધોવા
- આલ્કોહોલયુક્ત સેનિટાઇઝરનો ઉપયોગ કરવો
- તાવ-ખાંસી-શરદી જેવા લક્ષણો હોય તો જાહેર સ્થળોથી દૂર રહેવુ
- વારંવાર પાણી પીઓ, સ્વાસ્થ્યવર્ધક ખોરાકનું સેવન કરો
- માંદા માણસોથી દૂર રહો
- અન્યોએ ઉપયોગ કરેલા ટિશ્યુ પેપર, રુમાલ વગેરેનો ઉપયોગ ના કરો
આટલું તો નહીં જ કરવું!
- વારંવાર આંખ, નાક અથવા મોં પર હાથ ન ફેરવવો
- જાહેરમાં થુંકવું
- ડોક્ટરની સલાહ વગર મેડિકેશન કરવું