આમચી મુંબઈ

પશ્ચિમ રેલવેના ‘આવા’ નિર્ણયથી મુંબઈગરાઓ પરેશાન,

મુંબઈ લોકલના સમયપત્રકમાં કર્યો ફેરફાર

મુંબઇઃ પશ્ચિમ રેલવે પર ખારથી સાંતાક્રુઝ વચ્ચે ચાલી રહેલું કામ આખરે પૂર્ણ થઈ ગયું છે. આ પછી સોમવારથી લોકલ સેવાઓ સામાન્ય થઈ ગઈ છે. જેના કારણે શહેરીજનો થોડી રાહત અનુભવે એ પહેલા પશ્ચિમ રેલવે દ્વારા લેવાયેલા એક નિર્ણયને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડે તેવી પૂરી શક્યતા છે. પશ્ચિમ રેલવેના વહીવટીતંત્રે સાદા લોકલ રાઉન્ડ રદ કર્યા છે અને તેના સ્થાને વધારાના 17 એસી લોકલ રાઉન્ડ ઉપલબ્ધ કર્યા છે. જોકે વહીવટીતંત્રના આ નિર્ણયથી એસી લોકલના મુસાફરોને રાહત મળી છે, પરંતુ અન્ય મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

પશ્ચિમ રેલ્વેની લોકલ ટ્રેનો સોમવારથી સમયપત્રક મુજબ સરળ રીતે દોડી રહી છે. પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારથી વધુ 17 એસી લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે. આના કારણે પશ્ચિમ રેલવે પર લોકલ ટ્રેનોની સંખ્યા 79 થી વધીને 96 થઈ જશે. એસી લોકલ ટ્રેનો સોમવારથી શુક્રવાર સુધી ચલાવવામાં આવશે જ્યારે શનિવાર અને રવિવાર સામાન્ય રીતે ચલાવવામાં આવશે.


રેલ્વે પ્રશાસને 17 એસી લોકલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય આજથી જ અમલમાં આવી ગયો છે. સમયપત્રકમાં ફેરફાર થયા બાદ દહાણુ અને અંધેરી વચ્ચે ચાલતી લોકલ હવે ચર્ચગેટ સુધી દોડશે, તેથી સમય બદલાશે. 17 એસી લોકલમાંથી 9 રાઉન્ડ અપ દિશામાં અને 8 રાઉન્ડ ડાઉન દિશામાં દોડાવવામાં આવશે.


અપ દિશાની એસી ટ્રેનની વધારવામાં આવેલી ફેરીઓનું લિસ્ટઃ-
1) નાલાસોપારા – સવારે 4.55 કલાક – ચર્ચગેટ – સવારે 6.30 વાગે- સ્લો ટ્રેન
2) બોરીવલી – સવારે 7.47 કલાક – ચર્ચગેટ – સવારે 8.41 કલાક – ફાસ્ટ ટ્રેન
3) બોરીવલી – સવારે 9.35 કલાક – ચર્ચગેટ – સવારે 10.29મી – ફાસ્ટ ટ્રેન
4) બોરીવલી – સવારે 11.23 કલાક. – ચર્ચગેટ – સવારે 12.12 ફાસ્ટ ટ્રેન
5) વિરાર – બપોરે 1.34 કલાક – ચર્ચગેટ – સવારે 2.52 કલાક – ફાસ્ટ ટ્રેન
6) વિરાર – સાંજે 4.48 કલાક – બોરીવલી – સાંજે 5.26 કલાક – સ્લો ટ્રેન
7) બોરીવલી – સાંજે 5.28 કલાક. – ચર્ચગેટ – સાંજે 6.17 કલાક – ફાસ્ટ ટ્રેન
8) વિરાર – રાત્રે 7.51 કલાક – ચર્ચગેટ – રાત્રે 8.15 કલાક – ફાસ્ટ ટ્રેન
9) ભાયંદર – રાત્રે 10.56 કલાક – બોરીવલી – રાત્રે 11.11 – સ્લો ટ્રેન

ડાઉન દિશાની એસી ટ્રેનની વધારવામાં આવેલી ફેરીઓનું લિસ્ટઃ-
1) ચર્ચગેટ – સવારે 6.35 કલાકે – બોરીવલી – સવારે 7.41 કલાક – સ્લો ટ્રેન
2) ચર્ચગેટ – સવારે 8.46 કલાકે – બોરીવલી – સવારે 9.30 કલાક. – ફાસ્ટ ટ્રેન
3) ચર્ચગેટ – સવારે 10.32 કલાકે – બોરીવલી – સવારે 11.18 કલાક. – ફાસ્ટ ટ્રેન
4) ચર્ચગેટ – બપોરે 12.16 કલાકે – વિરાર – બપોરે1.27 કલાક – ફાસ્ટ ટ્રેન
5) ચર્ચગેટ – બપોરે 3.07 કલાકે – વિરાર – બપોરે 4.30 કલાક – ફાસ્ટ ટ્રેન
6) ચર્ચગેટ – સાંજે 6.22 કલાકે – વિરાર – સાંજે 7.46 કલાક – ફાસ્ટ ટ્રેન
7) ચર્ચગેટ – રાત્રે 9.23 કલાકે – ભાયંદર – રાત્રે 10.43 કલાક. – સ્લો ટ્રેન
8) બોરીવલી – રાત્રે 11.19 કલાકે – વિરાર – રાત્રે 11.56 કલાક – સ્લો ટ્રેન

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…