મુંબઈમાં સ્નો ફોલ પડે તો શું હશે નજારો? AIએ દેખાડી અદ્ભુત તસવીરો…

મુંબઈમાં અત્યારે સરસમજાની ઠંડી પડી રહી છે, પણ જરા વિચાર કરો કે આ માયાવી નગરી મુંબઈમાં સ્નો ફોલ કે પછી હિમ વર્ષા થાય તો કેવો નજારો જોવા મળશે?? કલ્પના કરીને જ દિલ એકદમ ખુશ થઈ ગયું ને?? ચાલો આજે તમને Artificial Intelligence (AI) ની બદૌલત એ સુંદર નજારો પણ દેખાડી જ દઈએ…
AIએ મેટ્રો સિટી મુંબઈમાં જો સ્નો ફોલ થાય તો કેવો નજારો જોવા મળે એની અદ્ભૂત તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને તમે પણ એકદમ ખુશમખુશ થઈ જશો.
જો મુંબઈમાં ક્યારેય સ્નોફોલ થશે તો મુંબઈના રસ્તાઓ કંઈક આવા દેખાશે. મુંબઈની વાત ચાલી રહી હોય અને મુંબઈની ઓળખ સમાન ગેટ વે ઓફ ઈન્ડિયાની વાત ન આવે તો જ નવાઈ. જોઈ જો સ્નોફોલમાં આપણા સૌનું પ્રિય ગેટ વે ઓફ ઈન્ડિયા કંઈક આવું દેખાશે.
આ સિવાય ક્વિન્સ નેક્લેસ તરીકે ઓળખાતા મરીન ડ્રાઈવની તો વાત જ કંઈક અલગ છે. અત્યારે પણ આ સ્થળ એટલું સુંદર દેખાય છે કે નહીં પૂછો વાત તો પછી ક્યારે સ્નોફોલ થશે ત્યારે તો મરીન ડ્રાઈવનો નજારો એકદમ જ યાદગાર અને સુંદર હશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની હેરિટેજ ઈમારત પણ સ્નોફોલ બાદ એકદમ ફેરીટેલની ફેરીના મહેલ જેવી અનુભૂતિ કરાવશે.
મુંબઈ જ નહીં પણ એશિયાની સૌથી મોટી અને ગીચ ગણાતી ધારાવીને તો કઈ રીતે ભૂલી શકાય? ધારાવીના રસ્તાઓ અન્સ ઘર સ્નોફોલ બાદ આવા દેખાશે. મુંબઈના લાડકા બાપ્પા શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની પણ ખુબ જ સુંદર તસવીર AI દ્વારા બનવવામાં આવી છે. આ તસવીર જોઈને તમારી મોઢામાંથી વાહ એવો ઉદગાર સરી પડશે. આ બધા સ્થળોની વાત ચાલી રહી હોય તો બાંદ્રા ખાતે આવેલું બાંદ્રા વરલી સી લિંકની વાત ના થાય તો કેમ ચાલે? સ્નો ફોલમાં બાંદ્રા વરલી સી લિંક સુંદરતા તો શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી.
AI ખરેખર કમાલની વસ્તુ છે બોસ અને તમે ના વિચાર્યા હોય એવા એવા દ્રશ્યો દેખાડી દે છે…



