ધારાવીની ઝૂંપડપટ્ટીમાં અમેરિકન ટુરિસ્ટે મચાવી ધૂમ, પણ સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ!
મુંબઈ: મુંબઈના પ્રખ્યાત પ્રવાસી સ્થળો ફરવા અનેક વિદેશી નાગરિકો આવે છે, તેમ જ અનેક વિદેશી નાગરિકો તો મુંબઈમાં આવીને પણ વસ્યા છે. તાજેતરમાં અમેરિકાની સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર તારા કેટીમ્સે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટીની સફર પર નીકળી હતી. તારાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો કરવાની સાથે વીડિયો જોરદાર વાઇરલ પણ થઈ રહ્યો છે. આ વીડિયોમાં 24 વર્ષની ટ્રાવેલ બ્લોગર તારા કેટીમ્સ એક ટુર ગાઈડની મદદથી કઈ રીતે ધારાવીની ટુર કરી હતી અને એના અંગે તેણે જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલો આ વીડિયોમાં અમેરિકાની તારા કૈટીમ્સે મુંબઈના ધારાવી ઝૂંપડપટ્ટીની મુસાફરી કરી હતી. તારાએ તેની ધારાવી ટુરને 10માંથી 10 નંબર આપ્યા હતા. તારાએ તેના મુંબઈ ટુરની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે મહિલાઓને સોલો ટ્રાવેલિંગની ટીપ આપી રહી છે. આ સાથે તેણે ભારતમાં કૂકિંગ ક્લાસ પણ લીધા હતા. આ દરમિયાન તે એક મિત્ર સાથે રિક્ષાની સવારી પણ કરતી દેખાઈ રહી છે.
ટ્રાવેલ બ્લોગર તારાએ આ વીડિયોને શેર કરીને લખ્યું હતું કે મને માફ કરજો, શું મેં કહ્યું કે હું માત્ર ‘ઝૂપડપટ્ટીના ટુર પર ગઈ હતી. મેં ટુર ગાઈડને છ યુરો એટલે લગભગ 550 રૂપિયા આપ્યા હતા. આ ટુરથી હું માત્ર ઝૂપડા-ઝૂંપડપટ્ટીથી જોડાયેલા દરેક મિથ (ગેરસમજ)ને દૂર કરવા માગું છું. જોકે તારાના વીડિયોથી સોશિયલ મીડિયા પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.
તારાએ તેના વીડિયોમાં ‘સ્લમ ટુર’ શબ્દનો ઉપયોગ કરવાથી લોકોએ તેને ગરીબીથી જોડાયેલા પર્યટન ક્ષેત્ર બતાવીને શું કહેવા માગે છે?, એવો સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતના માત્ર ઓછા વિકસિત ક્ષેત્રને બતાવીને દુનિયાને ભારતની આર્થિક અસમાનતા બતાવવાનો પ્રયત્ન કરી રહી છે, એવું પણ લોકોએ કહ્યું હતું.
તારાએ આ વીડિયોમાં સ્લમ ટુર અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના જીવન બાબતે જણાવ્યું હતું. જોકે તારાના વીડિયોના સમર્થનમાં પણ અનેક લોકો આવ્યા હતા અને તે લોકોની મદદ કરી રહી છે, એવું પણ કહ્યું હતું. તો બીજી તરફ તે પોતાના વીડિયોમાં માત્ર મુંબઈની નેગેટિવ સાઇડને જ દર્શાવી રહી છે, જેનાથી લોકોને કોઈ ફાયદો નથી થતો, એવું કહી લોકોએ તેને ટ્રોલ કરી હતી.