
મુંબઇ: નવા વર્ષની શરુઆતમાં જ ભેજમાં વધારો, પ્રદૂષણ અને વાદળછાયા વાતાવરણને કારણે મુંબઇસહિત કોકોણમાંથી ઠંડી ગાયબ થશે. અહીં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માત્ર મુંબઇ જ નહીં પણ આખા મહારાષ્ટ્રમાં મોટાભાગે આવી જ પરિસ્થિતી રહેશે તેવી શક્યતાઓ વ્યકત કરવામાં આવી છે. મુંબઇસહિત કોકણમાં 3 થી 7 જાન્યુઆરી દરમીયાન આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે.
મરાઠવાડાને બાદ કરતાં મહારાષ્ટ્રના કોકણ તથા મધ્ય મહારાષ્ટ્રના વિદર્ભના કેટલાંક જિલ્લાઓમાં 1 થી 7 જાન્યુઆરી દરમીયાન કેટલાકં સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેશે. આ જિલ્લાઓમાં કેટલાંક સ્થળોએ ખૂબ જ ધીમો વરસાદ થઇ શકે છે. મરાઠવાડમાં વરસદાની કોઇ શક્યતાઓ નથી.
આખા મહારાષ્ટ્રમાં હાલમાં વહેલી સાવરનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સીયસ અને બપોરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સીયસ હોવાથી 1 થી 7 જાન્યુઆરી દરમીયાન તે આવું જ રહેશે.
મહત્તમ અને લઘુત્તમ આ બંને તાપમાન દર વર્ષે આ સમયે આટલું જ હોય છે. ત્યારે હવે તેમાં કોઇ મોટો વધારો ઘટાડો નોંધાવાનો નથી. છેલ્લાં 15 દિવસથી આખા ઉત્તર ભારતમાં ધૂમ્મસનો કહેર યથાવત છે. જોકે મહારાષ્ટ્રમાં તેની કોઇ અસર જોવા નહીં મળે. એવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી.