સ્કૂલ બસની ફીમાં ૧૮ ટકાનો વધારોઃ માતાપિતાના ખિસ્સા પર વધશે ભારણ
![The school bus driver's agitation against the decision of the state government...](/wp-content/uploads/2024/04/Yogesh-Dave-2024-04-22T141226.903.jpg)
મુંબઈઃ થોડા દિવસ પહેલા જ એસટીની ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રિક્ષા અને ટેક્સીના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો હતો. હવે સ્કૂલ બસ એસોસિએશને કહ્યું છે કે સ્કૂલ બસના ભાડામાં ૧૮ ટકાનો વધારો કરવામાં આવશે. પરિણામે પહેલી એપ્રિલથી માતાપિતાના ખિસ્સા પર બોજો વધશે.
સ્કૂલ બસ ઓપરેટર્સ એસોસિયેશનના અનિલ ગર્ગે જણાવ્યું હતું કે સ્કૂલ બસ બનાવનારાઓએ બસ અને સ્પેરપાર્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. બસની જાળવણીનો ખર્ચ પણ વધી ગયો છે. સારી સેવા અને સલામતીના નિયમોનું પાલન કરવા માટે ડ્રાઇવરો, મહિલા સહાયકો અને મેનેજરોને પગાર વધારો ચૂકવવો પડે છે.
આ પણ વાંચો: સ્કૂલ બસના નિયમોની ઐસીતૈસી: વિદ્યાર્થીઓના જીવન સાથે રમત
ઉપરાંત વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલાક પગલાં લેવા જરૂરી છે. પાર્કિંગ ફી બમણી થઈ ગઈ છે. આરટીઓના દંડમાં વધારાથી ખર્ચમાં વધારો થયો છે. આ વધતા ખર્ચને પહોંચી વળવા માટે ફી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ વધારો નવા શૈક્ષણિક વર્ષ એટલે કે પહેલી એપ્રિલથી લાગુ થશે. દરમિયાન, એસબીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ગેરકાયદેસર વાહનો પર પ્રતિબંધ મૂકશે તો ભાડામાં કોઈ વધારો નહીં કરવામાં આવે.
આ પણ વાંચો: BREAKING મહેસાણાની સ્કૂલબસનો રાજસ્થાનમાં અકસ્માત, 2ના મોત, 21 લોકો ઇજાગ્રસ્ત
પહેલી ફેબ્રુઆરીથી મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મીટર ઓટો રિક્ષા અને ટેક્સીના દરમાં ૩ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને કૂલ કેબના ભાવમાં ૮ રૂપિયાનો વધારો થયો છે.