સગીર વિદ્યાર્થિની સાથે અશ્લીલ વર્તન: બસચાલકની ધરપકડ

મુંબઈ: સગીર વિદ્યાર્થિની સાથે અશ્લીલ વર્તન કરવાના આરોપસર સાયન પોલીસે સ્કૂલ બસના ચાલકની ધરપકડ કરી હતી. આરોપી બસચાલક છેલ્લા આઠ મહિનાની પીડિતા સાથે આવું વર્તન કરી રહ્યો હતો અને આ અંગે પ્રિન્સિપાલ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે ચાલક સામે કોઇ કાર્યવાહી કરાઇ નહોતી, એવો આક્ષેપ કરાયો હતો.
આ પણ વાંચો: દારૂ પીને અશ્લીલ કૃત્યો કરવા બિનજામીનપાત્ર ગુનો બનશે?
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી છેલ્લા આઠ મહિનાથી વિદ્યાર્થિનીને વારંવાર ત્રાસ આપી રહ્યો હતો. શાળા છૂટ્યા બાદ ઘરે જતી વખતે વિદ્યાર્થિની સાથે તે અશ્લીલ વર્તન કરતો હતો. વિદ્યાર્થિની બસમાં પાછળની સીટ પર બેઠી હોય ત્યારે આરોપી તેને ત્યાંથી ઉઠાડીને ડ્રાઇવરની બાજુની સીટ પર બેસવા માટે કહેતો હતો. વિદ્યાર્થિની ભાઇ પણ બસમાં હોય ત્યારે આરોપી તેને બારીમાંથી બહાર જોવાનું કહીંને વિદ્યાર્થિનીની છેડતી કરતો હતો.
આ પણ વાંચો: જાહેરમાં અશ્લીલ ચાળા કરનારા હોટેલના મૅનેજરની ધરપકડ…
બસચાલકના આ કૃત્યને કારણે વિદ્યાર્થિની શાળાએ જવા માટે ગભરાતી હતી. પરિવારજનોને શંકા જતાં તેમણે વિદ્યાર્થિનીની પૂછપરછ કરી હતી, જેમાં તેમણે તમામ હકીકત જણાવી હતી. ત્યાર બાદ પરિવારજનો 3 માર્ચે શાળામાં ગયા હતા અને પ્રિન્સિપાલ સમક્ષ ફરિયાદ કરી હતી. જોકે બસચાલક સામે કોઇ પગલાં ન લેવાતાં આખરે વિદ્યાર્થિનીની માતાએ સોમવારે સાયન પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવી હતી.