આમચી મુંબઈટોપ ન્યૂઝ

203 વર્ષની નવી સિદ્ધિ: ‘મુંબઈ સમાચાર’ની અંગ્રેજી વેબસાઈટ લોન્ચ કરાઈ

મુંબઈ: એશિયાના સૌથી જૂના ગુજરાતી અખબાર મુંબઈ સમાચારે 203 વર્ષની ઐતિહાસિક સફરમાં આગળ સમયની સાથે કદમ મિલાવતા આજે મુંબઈ સમાચારની અંગ્રેજી વેબસાઈટ ‘મુંબઈ સમાચાર’ના ડિરેક્ટર મહેરવાનજી કામાના હસ્તે લોન્ચ કરાઈ હતી. આ પ્રસંગે તંત્રી નીલેશ દવે અને મુંબઈ સમાચારની ટીમ ઉપસ્થિત રહી હતી

વેબસાઈટ લોન્ચ કર્યા પછી મહેરવાનજી કામાએ કહ્યું હતું કે ‘મુંબઈ સમાચાર’એ અત્યારે તો 203 વર્ષ પૂરા કર્યા છે અને નવી અંગ્રેજી વેબસાઈટના લોન્ચ સાથે બીજા 203 વર્ષની સફર ખેડે એવી શુભેચ્છા.

વેબસાઈટના લોન્ચિંગ વખતે ‘મુંબઈ સમાચાર’નું સોશિયલ મીડિયા મેનેજ કરનાર ડાઈવર્સ મીડિયાના ફાઉન્ડર તેજવી કોટિચા અને કો-ફાઉન્ડર વરુણ ઔરંગાબાદવાળા પણ હાજર રહ્યા હતા.

‘મુંબઈ સમાચાર’એ ગુજરાતી વેબસાઈટની સફળતા બાદ પારસી નવા વર્ષના દિવસે અંગ્રેજી વેબસાઈટ લોન્ચ કરી છે. તમે પણ લેટેસ્ટ અપડેટેડ ન્યૂઝ જાણવા માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારની વેબસાઈટ સાથે.

Gujarati Website: English Bombay Samachar – Latest Gujarat, Mumbai Breaking English News

English Website: English Bombay Samachar – Latest Gujarat, Mumbai Breaking English News

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button