આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

ગૌરવવંતા ચાર ગુજરાતીઓનું “મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ” દ્વારા સન્માન…

મુંબઈ: ગુજરાતી ભાષાના સૌથી જૂના અને 203 વર્ષ જેટલી લાંબી પત્રકારત્વની સફર ખેડનાર અખબાર મુંબઈ સમાચાર દ્વારા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની અનન્ય પ્રતિભાનો પરિચય આપીને નામના મેળવનારા ગૌરવવંતા ચાર ગુજરાતીઓને મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની અનન્ય પ્રતિભાનો પરિચય આપીને નામના મેળવનારા ગૌરવવંતા ચાર ગુજરાતીઓને મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે સાંજે 7:30 વાગ્યે મુંબઈના વિલે પાર્લે (વેસ્ટ)ના મુકેશ પટેલ ઓડિટોરિયમ આ સમારોહ યોજાયો હતો. જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ્હસ્તે ગૌરવવંતા ચાર ગુજરાતીઓને મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ચાર ગૌરવવંતા ગુજરાતીઓમાં અભિનેત્રી સરિતા જોષીને ‘શ્રી ફરદુનજી મર્ઝબાનજી કલા ગૌરવ એવોર્ડ’, ગુજરાતી ભાષાના નવલકથાકાર વર્ષા અડાલજાને શ્રી નસરવાનજી મંચેરજી કામા સાહિત્ય ગૌરવ એવોર્ડ, સમાજસેવા માટે હેમરાજ શાહને શ્રી રૂસ્તમજી મંચેરજી કામા સમાજ ગૌરવ એવોર્ડ તેમજ નાટ્યલેખક પ્રવીણ સોલંકીને શ્રી મંચેરજી નસરવાનજી કામા કલા ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની સાથે સાથે સુગમ સંગીતનો જલસો પણ શ્રોતાએ માણ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button