આમચી મુંબઈ

ષડયંત્ર, શંકાની કડીઓ અને તપાસની મૂંઝવણ… સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારાઓના ચહેરા 14 કલાકમાં બદલાઈ ગયા

નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાનના રહેઠાણ ગેલેક્સી એપાર્ટમેન્ટ પાસે પાંચ ગોળીઓ ચલાવવાનું સાચું કારણ સામે આવ્યું છે અને આ સાથે આ ગોળીબાર કરનાર બે હુમલાખોરોની હકીકત પણ જાણવા મળી છે. બંને હુમલાખોરો બિહારના હોવા છતાં તેમાંથી એક હરિયાણા સાથે પણ કનેક્શન ધરાવે છે.

સલમાન ખાનના ઘર પર હુમલો કરતા પહેલા બંનેએ ચુપચાપ આ વિસ્તારની રેકી કરીને તૈયારીઓ કરી હતી. બંને આરોપી લોરેન્સ બિશ્નોઈ ગેંગના છે. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે આ કેસમાં સૌથી પહેલા ગુરુગ્રામના એક ગેંગસ્ટરનું નામ સામે આવ્યું હતું. આ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. તો ચાલો જાણીએ આ સમગ્ર હુમલાના કાવતરાનું સત્ય.

Also Read:સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શુું શૂટરો પોતાને પકડાવવા માગતા હતા?

વિકી ગુપ્તા ઉંમર 24 વર્ષ અને સાગર પાલ ઉંમર 23 વર્ષ. આ બંનેએ સવારે પાંચ વાગ્યે સલમાનના ઘર પાસે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ કસ્ટડીમાં બંનેના ચહેરા સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે, પરંતુ તેમનું વાસ્તવિક સ્વરૂપ કંઈક બીજું છે. ગેલેક્સી પર હુમલાના સીસીટીવી ફૂટેજમાં તેમનું સાચું સ્વરૂપ દેખાઈ રહ્યું છે. બંને બાઇક પર બેઠેલા જોવા મળે છે. વિકી ગુપ્તા અને સાગર પાલ. વિકી ગુપ્તા બાઇક પર આગળ છે અને સાગર પાલ પાછળ છે.

સાગર પાલના હાથમાં હથિયાર છે. અને આ જ હથિયારથી તેણે ગેલેક્સી એપાર્ટમેન્ટ પર પાંચ ગોળીઓ ચલાવી હતી, જેમાંની ત્રણ જમીન પર પડી હતી. એક ગેલેક્સીની દિવાલ પર અને એક સલમાન ખાનના ડ્રોઇંગ રૂમની લાગીને સલમાનના ઘરની બાલ્કનીનો પડદો ચીરી ડ્રોઇંગ રૂમની દીવાલ પર લાગી હતી.

સલમાન ખાનના ઘરે ગોળીબારના બરાબર ચાલીસ કલાક પછી, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટે ભુજ પોલીસની મદદથી બંને હુમલાખોરોની ધરપકડ કરી હતી, પરંતુ તેની ધરપકડ અંગે એક પ્રશ્ન ઉભો થાય છે. રવિવારે સવારે 5 વાગ્યાની આસપાસ સલમાનના ઘરે થયેલા ગોળીબારના થોડા કલાકો બાદ જ મુંબઈ અને દિલ્હી પોલીસના સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે બે હુમલાખોરોમાંથી એકની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ વિશાલ ઉર્ફે કાલુ હોવાનું બહાર આવ્યું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિશાલ રોહિત ગોદરા ગેંગનો એક સાગરિત છે અને ગુરુગ્રામમાં રહે છે. અને આ હુમલા પાછળ તેનો હાથ છે.


પોલીસ સૂત્રોએ આ દાવા કર્યા બાદ વિશાલનું નામ અને તેના સમાચાર પણ દરેક ચેનલ પર ચમકવા માંડ્યું હતું. કેટલાક મીડિયાકર્મીઓ ગુરુગ્રામમાં વિશાલના ઘરે પણ પહોંચી ગયા હતા. તેમણે વિશાલની બહેન સાથે કેમેરામાં વાત પણ કરી હતી, પરંતુ હવે ખુદ મુંબઈ પોલીસે સલમાનના ઘર પર હુમલો કરનારા શૂટરોમાં વિશાલનું નામ આપ્યું છે. તો સવાલ એ છે કે માત્ર સીસીટીવી કેમેરાની તસવીર જોઈને અને અસલી હુમલાખોરોની સત્યતા જાણ્યા વિના વિશાલનું નામ ક્યાંથી ઉછળ્યું? શું આ બે રાજ્યોની પોલીસ વચ્ચેની સ્પર્ધાનું પરિણામ હતું કે પછી મિસકમ્યુનિકેશનનું? આ બંને વિશે પ્રથમ કડી બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી મળી હતી. ગેલેક્સી પર ફાયરિંગ કર્યા બાદ બંને બાઇક પર પહેલા માઉન્ટ મેરી પહોંચ્યા હતા. તેમણે પોતાનું બાઇક ત્યાં પાર્ક કર્યું અને પછી ઓટો લઈને બાંદ્રા રેલ્વે સ્ટેશન ગયા.

Also Read:ફાયરિંગ પછી પહેલીવાર Salman Khan નીકળ્યો ઘરની બહાર, ફેન્સને રાહત

બાઇક પાર્ક કર્યા બાદ બંનેએ હેલ્મેટ પણ કાઢી નાખી હતી. હવે તેઓ જે પણ કેમેરામાં રેકોર્ડ થયા, ત્યાં તેમના ચહેરા સ્પષ્ટ દેખાયા. પણ માત્ર આટલી માહિતી પરથી અપરાધીઓની ભાળ મેળવવી સરળ નહોતી. તેથી, ક્રાઈમ બ્રાંચની ટીમે રવિવારે સવારે 4:50 વાગ્યે ગેલેક્સીની બહારથી ડમ્પ ડેટા એકત્રિત કર્યો. સવાર હોવાથી ઘણા નંબરો એક્ટિવ ન હતા. સક્રિય રહેલા કેટલાક નંબરો પર પોલીસ ઝીરો ઈન કર્યું.

એ સમયે બંને હુમલાખોરો સીસીટીવી કેમેરામાં બાંદ્રા રેલ્વે સ્ટેશન પર દેખાયા. તેની ત્યજી દેવાયેલી બાઇક માઉન્ટ મેરીમાંથી મળી આવી હતી. પોલીસે નોંધ્યું છે કે ગેલેક્સી પાસે જે બે નંબરો સક્રિય હતા તે જ હવે બાંદ્રા રેલ્વે સ્ટેશન પાસે પણ સક્રિય જોવા મળ્યા. બાદમાં બંને હુમલાખોરો સાંતાક્રુઝ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર જોવા મળ્યા. યોગાનુયોગ, બંને નંબરો હવે સાંતાક્રુઝમાં પણ સક્રિય દેખાય છે.

હવે પોલીસને ખાતરી થઇ ગઇ કે આ બંને નંબર હુમલાખોરોના છે. હવે પોલીસે આ નંબરો દ્વારા તેમનું લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું. આ બંને મોબાઇલ નંબરની મદદથી હુમલાખોરોનું લોકેશન ટ્રેસ કરીને પકડવાની કોશિશ ચાલી રહી હતી, પણ હુમલાખોર તેમનું લોૌકેશન સતત બદલી રહ્યા હતા.

તેઓ દહિંસરથી સુરત થી અમદાવાદ થઇને ભૂજ તરફજઇ રહ્યા હતા, પોલીસની ટીમ પણ તેમનો પીછો કરી રહી હતી. તેઓ નખત્રાણા ટાઉન પહોંચ્યા. યોગાનુયોગે સિદ્ધુ મુસેવાલાના શૂટરોને પોલીસે અહીંથી જ પકડ્યા હતા. પોલીસે અહીંથી બંને આરોપીની ધરપકડ કરી તેને મુંબઇ લાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ સલમાન ખાનના પરિવારને ધમકાવવા જ આવ્યા હતા.

મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર બે હુમલાખોરોમાંથી એક સાગર પાલ બિહારનો રહેવાસી છે, પરંતુ તે પણ ઘણા વર્ષોથી હરિયાણામાં રહે છે. હરિયાણામાં તેના રોકાણ દરમિયાન જ તે લોરેન્સના સાગરિતોના સંપર્કમાં આવ્યો હતો. જોકે, સૂત્રોનું એમ પણ કહેવું છે કે સલમાનના ઘર પર હુમલો કરવા માટે લોરેન્સ ગેંગે ત્રીજા પક્ષને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ ટોળકી ઇચ્છતી હતી કે આ કામ એવા લોકો કરે જે પોલીસની યાદીમાં ન હોય.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker