આમચી મુંબઈ

RTO માં થતાં ભ્રષ્ટાચાર પર લગામ… નાગરિકો ફેસલેસ તરફ વળ્યા

મુંબઇ: ખોટી રસીદ, સહી અને નોંધણીના માધ્યમથી કેટલાકં દલાલો ભ્રષ્ટાચાર કરી રહ્યાં હતાં. પરિવહન વિભાગે આરટીઓમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઘેર બેઠાં ઓનલાઇન પરીક્ષાના માધ્યમથી લાયસન્સ આપવાની શરુઆત કરી છે. કેટલીક ગેરરીતીના કિસ્સા સામે આવતાં આ ગેરરીતીને ડામવા માટે કેમેરાની નજરમાં ફેસલેસ સુવિધા આખા રાજ્યમાં શરુ કરવામાં આવી છે.

જેને કારણે લોકોને ઘેરબેઠાં પારદર્શક રીતે વાહન ચલાવવાનું લર્નીંગ લાયસન્સ કેમેરાના માધ્યમથી લેવામાં આવેલ પરીક્ષા દ્વારા મળી રહ્યું છે. જેને કારણે દલાલોની દુકાન બંધ થઇ ગઇ છે.

પરિવહન વિભાગે આરટીઓમાં થઇ રહેલ ભ્રષ્ટાચારને રોકવા માટે ઘેરબેઠાં ઓનલાઇન પરીક્ષાના માધ્યમથી લર્નીંગ લાયસન્સ આપવાની શરુઆત કરી છે. જે અંતર્ગત પરિવહન વિભાગે રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર પાસેથી કેટલીક જૂની પ્રણાલીઓમાં ફેરબદલ કરાવી લીધા છે.


અગાઉ કેટલાંક દલાલોએ સરકારી પ્રણાલીનો ફાયદો ઉપાડી ઘણી ગેરરીતી આચરી હતી. ખાસ વાત તો એ છે કે એક અંધ વ્યક્તીને પણ લાયસન્સ મળ્યું હતું. આ ઘટનાની તત્કાલીન કમીશનર ડો. અવિનાશ ઢાકણેએ દખલ લીધી હતી. અને ત્યાર બાદ ઘેરબેઠા કેમેરાની દેખરેખમાં પરીક્ષાની પારદર્શી યોજના શરુ કરવામાં આવી.


ફેસલેસ સુવિધાને કારણે ઘેરબેઠાં લર્નિંગ લાયસન્સની પરીક્ષા થવા લાગી છે. જેને 60 ટકા પ્રતિસાદ મળ્યો રહ્યો છે. જેને કારણે હવે લોકોને આરટીઓના ધક્કા ખાવાની જરુર પડતી નથી. આરટીઓ અધિકારીએ લોકોને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવાની અપીલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button