300 રસ્તાની ટેન્ડર પ્રક્રિયા મુલતવી: ઉચ્ચ ન્યાયાલયના આદેશને કારણે મુંબઇ મહાનગરપાલિકાને આંચકો
મુંબઇ: મુંબઇના રસ્તા કોન્ક્રીટના કરવા પડે એવી કોઇ ઇમરજન્સી નથી. મહાપાલિકા તરફથી પણ એવી કોઇ તાકીદ દેખાતી નથી. એવી ટીકા ઉચ્ચ ન્યાયાલયે શુક્રવારે કરી હતી. ઉપરાંત મુંબઇ શહેર વિભાગ દ્વારા 300 રસ્તાના કોંક્રીટીકરણ માટે નવેસરથી કાઢવામાં આવેલ ટેન્ડર પ્રક્રિયા ઉચ્ચ ન્યાયલયે મુલતવી કરી છે. આ રસ્તાને કોંક્રીટના કરવા માટે 1,36.34 કરોડ રુપિયાનો ખર્ચ થનાર છે.
મુંબઇના શહેરી વિભાગમાં રસ્તાના કામો રખડ્યા હોવાના આક્ષેપને કારણે કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવેલ રોડવે સોલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ દ્વારા કરવામાં આવેલ અરજી બાબતે થયેલ સુનવણી વખતે ન્યાયમૂર્તી ગૌતમ પટેલ અને ન્યાયમૂર્તી કમલ ખાતાની વ્યાવપીઠે ઉપરોક્ત આદેશ આપ્યો છે. આ 300 રસ્તાના કોંક્રીટીકરણના કામ માટે નવેસરથી ટેન્ડર કાઢવાનો નિર્ણય પાલિકાએ 4 ડિસેમ્બરના રોજ લીધો હતો આ નિર્ણયને કંપનીએ નવી અરજી કરીને ચેલેન્જ કર્યુ હતુ. કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવાની નોટીસને એક તરફ મુલતવી કરવામાં આવી છે. તો બીજી બાજુ પાલિકા નવેસરથી ટેન્ડર કાઢવાની ઘાઇ કરી રહી છે એવી ટીપ્પણી અદાલતે કરી હતી.
શહેરના રસ્તાનું કોંક્રીચીકરણ કરવું એ કોઇ ઇમરજન્સી વાત નથી. તેની તાકીદ હોવાનું પાલિકા પાસેથી પણ જાણવા મળ્યું નથી. એમ છતાં રસ્તાના કોંક્રીટીકરણના કામમાં અરજી કરનારી કંપનીએ વિલંબ કર્યો હોવાના કારણસર તેમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો એ ખરેખર આશ્ચર્યની વાત છે. આવી પરિસ્થિતીમાં પાલિકાએ નવેસરથી ટેન્ડર કાઢવાનું કોઇ કારણ દેખાઇ નથી રહ્યું. તેથી કોર્ટે આ નિર્ણય પર સ્ટે આપ્યો હતો.