
મુંબઇ: મુંબઇના મઝગાવ વિસ્તારમાં અડધી રાત્રે ગોળીબારની ઘટના બની છે. મઝગાવના અબ્ઝલ રેસ્ટોરંટ વિસ્તારમાં આ ગોળીબાર થયો હતો. સદનસીબે આ ગોળીબારમાં કોઇને પણ ઇજા કે જાનહાની થઇ નથી.
રાતના લગભગ 3 થી 4 વાગ્યાની આસપાસ આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. પ્રાથમિક માહીતી અનુસાર હત્યાના ઉદ્દેશથી આ ગોળીબાર થયો હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે આ ગોળીબાર હવામાં થયો હોવાથી કોઇ પણ જાનહાની થઇ નથી.
શનિવારે મોડી રાતે લગભગ 3:30 થી 4 વાગ્યાની આસપાસ બે ઇસમો એક્ટિવા પર અફઝલ રેસ્ટોરંટવાળા વિસ્તારમાં માં આવ્યા હતાં. અને ફૂટપાથ પર સૂઇ રહેલા એક વ્યક્તીને તેમણ ગોળી મારી હતી. સદનસીબે તેને આ ગોળી લાગી નહતી જોકે ગોળીબાર પછી આરોપીઓ ત્યાંથી તરત ફરાર થઇ ગયા હતાં.
આ અંગે ભાયખલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ ગોળીબાર કોણે કર્યો તે હજી સુધી જાણવા મળ્યું નથી. બનાવની જાણ થતાં જ ભાયખળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ભાયખળા પોલીસ તથા અન્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
આ ઘટનામાં એક વ્યક્તી ગભરાઇને દોડી રહી હતી તે દરમિયાન તેને પડી જવાને કારણે ઇજા થઇ હતી. જોકે ગોળીબારમાં કોઇને ઇજા થઇ નથી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ટૂંકી સારવાર બાદ તેને રજા આપાવમાં આવી છે.