આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી કે મંદી, વાંચો લેટેસ્ટ રિપોર્ટ

મુંબઈ: એક બાજુ શહેરનું રિયલ એસ્ટેટ ખાસ કરીને કોરોના બાદ મંદીનો સામનો કરી રહ્યો હોવાની ચર્ચા થાય છે ત્યારે હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં આખા દેશના ટોચના આઠ શહેરોમાંથી મુંબઈનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર સારો દેખાવ કરી રહ્યું હોવાનું જણાયું છે.

નાઇટ ફ્રેન્ડ ઇન્ડિયા દ્વારા જુલાઇ-સપ્ટેમ્બર 2024ના બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ 9 ટકાના યર-ઓન-યર ગ્રોથના ધોરણે મુંબઈમાં 24,222 યુનિટ (ઘરો) વેચાયા હતા. આ જ સમયગાળા દરમિયાન શહેરમાં 23,677 યુનિટ લૉન્ચ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રિયલ એસ્ટેટ એજન્ટની જાણ બહાર તેના નામે 383 કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહાર કરાયા…

આ ઉપરાંત દેશમાં સૌથી વધુ મોંઘા ઘરો પણ મુંબઈમાં વેચાયા હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. મુંબઈના ઘરોની કિંમતમાં છ ટકાનો વધારો નોંધાયો હતો અને પ્રતિ સ્ક્વેર ફૂટના 8,056 રૂપિયાની કિંમત જોવા મળી હતી.

પચાસ લાખથી એક કરોડ રૂપિયાની શ્રેણીમાં પણ મુંબઈમાં 10 ટકાનો યર-ઓન-યર ગ્રોથ જોવા મળ્યો હતો. ભારતમાં વેચાયેલા ઘરોના 24 ટકા ઘરો મુંબઈમાં વેચાયા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું હતું, જેમાં સૌથી વધુ ઘરો પચાસ લાખ રૂપિયાથી ઓછી કિંમતના વેચાયા હોવાનું જણાયું હતું. આ શ્રેણીના કુલ 10,198 ઘરો 2024માં વેચાયા હતા.

આ પણ વાંચો: દેશની 21 મોટી રિયલ એસ્ટેટ કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં 35,000 કરોડની સંપત્તિઓ વેચી

શહેરના કુલ વેચાયેલા ઘરોમાં આ શ્રેણીમાં વેચાયેલા ઘરોની ટકાવારી 42 ટકા હતી. જ્યારે એક કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરોની શ્રેણીમાં 16 ટકાનો યર ઓન યર ગ્રોથ જોવા મળ્યો હતો. 2023માં આ શ્રેણીના 7,018 ઘરો વેચાયા હતા, જ્યારે 2024માં એક કરોડ રૂપિયાથી વધુ કિંમતના 8,153 ઘરો વેચાયા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button