Mumbai Railway Station Theft: બોલો, મુંબઈના આ રેલવે સ્ટેશનના શૌચાલયમાંથી12 લાખની સામગ્રીની ચોરી, રેલવેની ઊંઘ હરામ | મુંબઈ સમાચાર

બોલો, મુંબઈના આ રેલવે સ્ટેશનના શૌચાલયમાંથી12 લાખની સામગ્રીની ચોરી, રેલવેની ઊંઘ હરામ

મુંબઈ: રેલવે સુવિધાના નામે મોટી જાહેરાતો કરે પણ યેનકેન પ્રકારે ક્યાંક મોટી નુકસાની વહોરવાની નોબત આવી રહી છે, જેમાં મુંબઈ સબઅર્બન રેલવેના એક મોટા રેલવે સ્ટેશનનાં શૌચાલયમાંથી મહત્વની સામગ્રીની ચોરી થવાથી પ્રશાસનની ઊંઘ હરામ કરી નાખી છે.

મધ્ય રેલવેના સીએસએમટી ખાતે શૌચાલયમાં ચોરી થવાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે. એસી ટોઇલેટ, રનિગ રૂમ સહિત પબ્લિક ટોઇલેટમાંથી 12 લાખ રૂપિયાની વિવિધ સામગ્રીની ચોરી થઈ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ ચોરીનો બનાવ પાંચમી અને છઠ્ઠી ફેબ્રુઆરીના બન્યો હોવાનું જાણવા મળ્યું છે. ચોરીમાં લગભગ 70 જેટલી વસ્તુની ચોરી થઈ છે, જેમાં જેટ સ્પ્રે, ટોઇલેટ સીટ કવર, બોલ્ટ, નળ સહિત અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે.


આ ચોરીની ઘટનામાં કોઈ જાણભેદુ હોવું જોઇએ પણ ટોઇલેટ જેવી જગ્યાએ સીસીટીવી કેમેરાનાં અભાવને કારણે ચોરી કરનારને પકડવાનું મુશ્કેલ છે પણ એમાં તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ મુદ્દે પ્રવાસી સંગઠને કહ્યું હતું કે જાહેર સંપતિની ચોરી થવાની બાબત ચોંકાવનારી છે. આ બાબતે સંબંધિત વિભાગે પણ સજાગ રહેવું જરૂરી બને છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગયા મહિના દરમ્યાન (ચોથી જાન્યુઆરી) આ નવા આધુનિક ટોયલેટની સુવિધા શરૂ કરી હતી.

Back to top button