આમચી મુંબઈ

Good News: ગણેશ વિસર્જનના દિવસે 24 કલાક લોકલ ટ્રેન દોડાવાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની વિનંતીઓને ધ્યાનમાં રાખીને મધ્ય અને પશ્ચિમ રેલવેએ ગણેશોત્સવ દરમિયાન વિશેષ લોકલ ટ્રેન દોડાવશે, જેમાં દિવસની સાથે આખી રાત મુંબઈની લોકલ ટ્રેનો દોડાવાશે. મધ્ય રેલવેની મેઈન લાઈન, હાર્બર લાઈન તથા પશ્ચિમ રેલવેની મેઈન લાઈનમાં આખો દિવસની સાથે મોડી રાત સુધી લોકલ ટ્રેનની સુવિધા ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: મુંબઈની એસી લોકલમાં ‘આ’ લોકોના ત્રાસઃ રોજના 200થી વધુ લોકો સામે કાર્યવાહી

મધ્ય રેલવેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને થાણે/કલ્યાણ વચ્ચે ૨૨ વધુ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. મધ્ય રેલવે શનિવાર મધ્યરાત્રિથી મંગળવારની રાત્રિ સુધી વધારાની ટ્રેનો દોડાવશે. આ વધારાની ટ્રિપ્સ સીએસએમટી અને થાણે/કલ્યાણ વચ્ચેની મુખ્ય લાઇન પર ચલાવવામાં આવશે.

સીએસએમટી – કલ્યાણ સ્પેશિયલ લોકલ સીએસએમટીથી રાત્રે ૧.૪૦ વાગ્યે ઉપડશે અને ૩.૧૦ વાગ્યે કલ્યાણ

પહોંચશે. સીએસએમટી – થાણે વિશેષ લોકલ સીએસએમટીથી રાત્રે ૨.૩૦ વાગ્યે ઉપડશે અને ૩.૩૦ વાગ્યે થાણે પહોંચશે.

સીએસએમટી – કલ્યાણ વિશેષ લોકલ સીએસએમટીથી રાત્રે ૩.૨૫ વાગ્યે ઉપડશે અને સવારે ૪.૫૫ વાગ્યે કલ્યાણ પહોંચશે.


કલ્યાણ – સીએસએમટી સ્પેશિયલ લોકલ કલ્યાણથી મધ્યરાત્રીએ ૧૨.૦૫ વાગ્યે ઉપડશે અને ૧.૩૦ વાગ્યે સીએસએમટી પહોંચશે.


થાણે – સીએસએમટી સ્પેશિયલ લોકલ થાણેથી રાત્રે ૧ વાગ્યે ઉપડશે અને ૨ વાગ્યે સીએસએમટી પહોંચશે.


થાણે – સીએસએમટી સ્પેશિયલ લોકલ થાણેથી રાત્રે ૨ વાગ્યે ઉપડશે અને ૩ વાગ્યે સીએસએમટી પહોંચશે.

મુંબઈમાં ગણપતિ વિસર્જન સમારોહના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં નાગરિકો આવે છે. તેથી, સ્પેશિયલ લોકલ હાર્બર રૂટ પર સીએસએમટીથી રાત્રે ૧.૩૦ વાગ્યે ઉપડશે અને ૨.૫૦ વાગ્યે પનવેલ પહોંચશે.

આ પણ વાંચો: ગણેશ વિસર્જન પહેલા કરો આ કામ, વિધ્નહર્તા કરશે દુઃખડા દૂર

એક વિશેષ લોકલ સીએસએમટીથી રાત્રે ૨.૪૫ વાગ્યે ઉપડશે અને પનવેલ સવારે ૪.૦૫ વાગ્યે પહોંચશે. વિશેષ લોકલ પનવેલથી રાત્રે ૧ વાગ્યે ઉપડશે અને ૨.૨૦ વાગ્યે સીએસએમટી પહોંચશે. જયારે અન્ય એક લોકલ પનવેલથી રાત્રે ૧.૪૫ વાગ્યે ઉપડશે અને ૩.૦૫ વાગ્યે સીએસએમટી પહોંચશે, એમ મધ્ય રેલવેએ જણાવ્યું હતું.

દરમિયાન પશ્ચિમ રેલવેમાં પણ વિસર્જનના નાઈટ વખતે ચર્ચગેટ-વિરાર અને વિરાર-ચર્ચગેટ વચ્ચે વિશેષ ટ્રેનો દોડાવાશે. રાતના ચર્ચગેટથી 1.15, 1.55, 2.25 અને 3.20 વાગ્યાની ટ્રેન રહેશે, જ્યારે રિર્ટનમાં વિરારથી રાતના 12.15, 12.45, 1.40 અને ત્રણ વાગ્યાની રહેશે, એમ પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button