મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે ફરી ટ્રાફિક જામ, તસવીરો થઈ વાઇરલ
મુંબઈ: મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર 29 માર્ચે વાહનોનો ભયંકર ટ્રાફિક જામ સર્જવાથી વાહનો એકદમ મંદ ગતિથી આગળ વધી રહ્યા હોવાનું દૃશ્ય જોવા મળ્યું હતું. શુક્રવારે ગૂડ ફ્રાઈ-ડેની રજા સાથે શનિવાર અને રવિવાર આમ ત્રણ દિવસની રજા હોવાથી લોકો તેમના પરિવાર અને વાહનો લઈને એક લોન્ગ વિકેન્ડની મજા માણવા નીકળ્યા હતા, જેથી વાહનોનો ટ્રાફિકજામ થવાને કારણે વાહનચાલકોને ગરમીમાં ભારે હાલાકી પડી હતી.
યશવંતરાવ ચવ્હાણ એક્સ્પ્રેસ-વે તરીકે ઓળખાતા મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે ભારતનો પહેલો છ લેનવાળો હાઇ-વે છે. આ હાઇવે મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે જેવા મહત્ત્વના શહેરને જોડવાની સાથે 94.5 કિલોમીટર લાંબો છે, પણ વીકેન્ડમાં આ એક્સ્પ્રેસ-વે પર પર મોટી સંખ્યામાં વાહનો આવતા મોટે ભાગે ટ્રાફિકની સમસ્યા નિર્માણ થાય છે.
29 માર્ચ શુક્રવારે ગૂડ ફ્રાઈ-ડેની રજા અને શનિવાર રવિવારની રજાનો આનંદ લેવા માટે મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર ભારે ટ્રાફિક નિર્માણ થયો હતો આ ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે વાહનચાલકોને બીજા વૌકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો આદેશ આરટીઓ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.
મુંબઈ-પુણે એક્સ્પ્રેસ-વે પર નિર્માણ થયેલી ટ્રાફિકની સમસ્યાને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોએ આ બાબતની અનેક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા. આ પોસ્ટમાં સોશિયલ મીડિયા યૂઝરે સવારથી મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી. આ માર્ગ પર પુણે જતી લેન પર દર અડદો કલાકે વાહનો ધીમી ગતિએ આગળ વધતા હતા અને મુંબઈ તરફ આવતી લેનમાં દર 10 મિનિટના સમયે વાહનો આગળ વધે છે.