મુંબઈ-પુણે એક્સપ્રેસવે ટોલ કંપનીને 71 કરોડ રૂપિયાની માફી માટે કેગની ટીકા | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈ-પુણે એક્સપ્રેસવે ટોલ કંપનીને 71 કરોડ રૂપિયાની માફી માટે કેગની ટીકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કોવિડ-19 (કોરોના)ના લોકડાઉન દરમિયાન મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે ટોલ ઓપરેટરને આપવામાં આવેલા 71.07 કરોડ રૂપિયાની અનિયમિત મહેસૂલ માફી બદલ ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલના અહેવાલમાં મહારાષ્ટ્ર સરકારની ટીકા કરવામાં આવી છે.

ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો અહેવાલ શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)ની માલિકીની અને નિયંત્રિત સરકારી કંપની, મુંબઈ પુણે એક્સપ્રેસવે લિમિટેડ (એમપીઈએલ)એ પહેલી માર્ચ, 2020થી 30 એપ્રિલ, 2030ના સમયગાળા માટે આઈઆરબી એમપી એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ (આઈઆરબી) સાથે ટોલિંગ, ઓપરેશન, મેઇન્ટેનન્સ અને ટ્રાન્સફર (ટીઓટી) માટે 8262 કરોડ રૂપિયાની પેટા-ક્ધસેશન ફી માટે પેટા કરાર કર્યો હતો.

આપણ વાંચો: ચંદ્રપુરમાં ટોલના નામે ‘હિંસા’: કર્મચારીને ઢસડ્યો, કારચાલક ફરાર

‘એમએસઆરડીસીને આઈઆરબી દ્વારા ચૂકવવાની અગાઉની રકમ 6500 કરોડ રૂપિયા હતી (પહેલી માર્ચ, 2020ના રોજ ચૂકવવાની બાકી રકમ વાર્ષિક 9.5 ટકા વ્યાજ સાથે, જો વિલંબ થાય તો) જ્યારે બાકીના 1762 કરોડ રૂપિયા આગામી ત્રણ વર્ષમાં ચૂકવવાના હતા. ટોલની વસૂલાત પહેલી માર્ચ, 2020થી શરૂ થઈ હતી અને કરાર પ્રગતિમાં છે,’ એમ તેમાં જણાવાયું છે.

અહેવાલમાં જણાવાયું છે કે, કરારની કલમ 25.1 મુજબ, આઈઆરબીએ તૃતીય પક્ષના દાવાઓ અને ‘ફોર્સ મેજ્યુર’ ઘટનાઓને આવરી લેવા માટે પોતાના ખર્ચે યોગ્ય વીમા કવર મેેળવવાનું હતું જેમાં બિન-રાજકીય ઘટનાઓનો સમાવેશ થાય છે, જેને કલમ 27.2માં ભગવાનનું કૃત્ય, રોગચાળો, ભૂકંપ, પૂર, ભૂસ્ખલન, ચક્રવાત, હડતાલ અથવા બહિષ્કાર, કોર્ટના આદેશો, ભૂસ્તરશાસ્ત્રીય પરિસ્થિતિઓ અને કુદરતી પરિસ્થિતિઓ તરીકે વર્ણવવામાં આવી હતી.

આપણ વાંચો: NHAI કર્યો ટોલ ટેક્સમાં વધારો: આવતીકાલથી આખા દેશમાં લાગુ થશે નવા દરો

કરારના કલમ 27.7.2માં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવી બિન-રાજકીય ઘટનાઓને કારણે થતા નુકસાનના કિસ્સામાં, પક્ષો તેમના સંબંધિત ફોર્સ મેજ્યુર ખર્ચ ભોગવશે અને કોઈપણ પક્ષને તેનો કોઈ ખર્ચ બીજા પક્ષને ચૂકવવાની જરૂર રહેશે નહીં, એમ કેગના અહેવાલમાં નિર્દેશ કરવામાં આવ્યો છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈઆરબીએ ફોર્સ મેજ્યુર ઘટનાઓ માટે તેના વ્યવસાયનો વીમો લીધો નહોતો.
અહેવાલમાં જણાવાયું છે કે 23 માર્ચ, 2020ના રોજ કોવિડ-19 લોકડાઉન અમલમાં આવ્યા પછી, ટોલની વસૂલાત ખોરવાઈ ગઈ હતી અને આ કલમ 27.2ની દ્રષ્ટિએ બિન-રાજકીય ફોર્સ મેજ્યુર ઘટના બની હતી, એમ અહેવાલમાં જણાવાયું છે.

આઈઆરબીએ (24 માર્ચ, 2020ના રોજ) એમપીઈએલને ટોલ આવકના નુકસાનને સહન કરવા અને સબ-ક્ધસેશન ફીમાં માફી આપવા વિનંતી કરી હતી. એમપીઈએલે બિન-રાજકીય ફોર્સ મેજ્યુર ઘટનાઓને લગતી સંબંધિત કલમો ટાંકીને દાવાઓને ફગાવી દીધા હતા, એમ તેમાં જણાવાયું છે.

આપણ વાંચો: આ તારીખથી દિલ્હીમાં જૂના વાહનોને નહીં મળે પેટ્રોલ કે ડીઝલ, આ નિર્ણયની કોને થશે અસર?

‘ત્યારબાદ, યોગ્ય વળતર માટે આઈઆરબી દ્વારા તેમના કેસ પર વિચાર કરવા માટે સતત વિનંતીઓ પર, એમપીઈએલના ડિરેક્ટર બોર્ડે તેની બેઠકમાં (20 એપ્રિલ, 2020ના રોજ) ટોલ વસૂલાતમાં 25 દિવસના મહેસૂલ નુકસાનની ગણતરીના આધારે વળતર આપવા સંમતિ આપી. વળતરની રકમ 71.07 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી,’ એમ અહેવાલમાં જણાવાયું છે.

કેગના અહેવાલમાં ભારપૂર્વક જણાવાયું છે કે બિન-રાજકીય ફોર્સ મેજ્યુર ઘટના માટે આઈઆરબીને 71.07 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો એમપીઈએલનો નિર્ણય કરારની કલમ 27.2 અને 25.1નું પાલન કરતો ન હતો.

એમપીઈએલ દ્વારા આઈઆરબીને 71.07 કરોડ રૂપિયાના ફોર્સ મેજ્યુર ખર્ચની ચુકવણી કરારની જોગવાઈઓનું ઉલ્લંઘન અને આઈઆરબીને અનુચિત તરફેણ કરવામાં આવી હતી, એમ તેમાં જણાવાયું છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button