આમચી મુંબઈ

રાજ્યમાં ભારે વાહનો માટે તપાસ ઝુંબેશ ધરાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ગયા અઠવાડિયામાં આડોશી ટનલ પાસે થયેલા ભીષણ એક્સિડન્ટની પાર્શ્ર્વભૂમિ પર રાજ્યભરમાં ભારે વાહનો સામે વ્યાપક અને પારદર્શક તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે. મંગળવારે મંત્રાલયમાં થયેલી બેઠકમાં મોટર પરિવહન અને પોલીસ વિભાગ સાથે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો.

ત્રણ ફેબ્રુઆરીના થયેલા એક્સિડન્ટને પગલે લગભગ ૩૨ કલાક માટે મુંબઈ-પુણે હાઈવે ખોરવાઈ ગયો હતો. પ્રવાસીઓમાં મહિલા, નાના બાળકો અને સિનિયિર સિટિઝનને ૩૨ કલાકના ટ્રાફિક જૅમને કારણે ભારે હાલાકી થઈ હતી. પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની બેદરકારી અને ઓવરટેકને કારણે વાહન પરથી નિયંત્રણ છૂટી ગયું હોવાનું જણાયું હતું.

ભવિષ્યમાં આવી દુર્ઘટના ઘટે નહીં તે માટે વાહનોના ડ્રાઈવરની ડ્રાઈવિંગ પદ્ધતિ પર નિયંત્રણ લાવવું આવશ્યક હોવા પર આ બેઠકમાં પરવિહન પ્રધાન પ્રતાપ સરનાઈકે ભાર આપ્યો હતો.મંગળવારની બેઠકમાં રાજ્યના તમામ ભારે વાહનોની ટેક્નિકલ તપાસ કરવામાં આવશે.

ખાસ કરીને ફોર્મ ૧૩૮/એ અંતર્ગત આપવામાં આવનારા વેહિકલ ફીટનેસ સર્ટિફિકેટ પ્રક્રિયામાં પારદર્શકતા રાખવા પર ભાર આપવાનો પણ તેમણે નિર્દેશ આપ્યો છે. હાઈવે પર જયાં વધુ એક્સિડન્ટ થતા હોય છે તેવા બ્લેક સ્પોર્ટ પર ખાસ નજર રાખવામાં આવવાની છે. હાઈવે પર એક્સિડન્ટ રોકવા માટે દીર્ધકાલીન ઉપાયયોજનાનો વિગતવાર અહેવાલ આગામી બજેટ અધિવેશન પહેલા સાદર કરવામાં આવવાનો છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button