આમચી મુંબઈમહારાષ્ટ્ર

Mumbai-pune express way: આજે તમે પુણે-મુંબઇ એક્સપ્રેસ-વે પરથી મુસાફરી કરવાના છો તો જરા આ વાંચી લેજો

પુણે: જો તમે આજે મુબંઇ-પુણે એક્સપ્રેસ વે પરથી મુસાફરી કરવાના હશો તો આ સમાચાર તમારી માટે છે. મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર બપોરે એક કલાકનો બ્લોક રાખવામાં આવ્યો છે. એક્સપ્રેસ વે પર મોટું નેવિગેશન બોર્ડ લગાવવા માટે આ બ્લોક રાખવામાં આવ્યો છે. આજે 16મી ઓક્ટોબરના રોજ બપોરે 12 થી 1 દરમીયાન પુણેની દિશામાં જનાર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ રહેશે. જેને કારણે અહીં ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવશે.

મુબંઇ-પુણે એક્સપ્રેસ વે પર આજે ફરી એકવાર બ્લોક રાખવામાં આવનાર છે. મુંબઇ-પુણે એક્સપ્રેસ વે પર પુણે તરફ જતા રસ્તા પર ITMS પ્રોજેક્ટ અંતર્ગત બોરઘાટની હદમાં આડોશી ટનેલ પાસે km 40/100 અને km 40/900 પાસે Gantry લગાવવામાં આવનાર છે. આ Gantry લગાવતી વખતે બપોરે એક કલાક સુધી પુણે તરફ જનાર તમામ પ્રકારનો વાહનવ્યવહાર ખાલાપૂર ટોલ નાકા પાસે તતા શોલ્ડર લેન પર સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવનાર છે. માત્ર કાર માટે ખોપોલી એક્ઝિટ પરથી જૂના હાઇવે શિંગ્રેબા ઘાટમાંથી મેજિક પોઇન્ટ પરથી એક્સપ્રેસ વે પર વળાવવામાં આવશે. પાછલાં અઠવાડિએ પણ બે કલાકનો બ્લોક રાખવામાં આવ્યો હતો. જોકે કામ જલ્દી પૂરું થતાં અડધા કલાકમાં જ રસ્તો વાહનોની અવર-જવર માટે ખોલવામાં આવ્યો હતો.

અકસ્માતો અને અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં લઇને ઇન્ટલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 340 કરોડ રુપિયાનો આ પ્રોજેક્ટ છે. જેમાંથી 115 કરોડ રુપિયા તે બનાવવા માટે અને બાકીના 225 કરોડ રુપિયા આગાની દસ વર્ષ મેન્ટેનન્સ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર છે.

ITMS એટલે ઇન્ટલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ છે. આ સિસ્ટમની મદદથી ટ્રાફિક મેનેજમેન્ટ સેટેલાઇટના માધ્યમથી કરવામાં આવશે. આ સિસ્ટમમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. એક્સપ્રેસ વે પર એન્ટર થનાર તામામ ગાડીનો કેકોર્ડ રાખવામાં આવશે. મુસાફરી પૂરી થાય ત્યાં સુધી એ ગાડી પર નજર રાખવામાં આવશે. અકસ્માત થતાં જ ગાડી સુધી મદદ તરત પહોંચી શકશે. આખા રસ્તા પર સીસીટીવી કેમેરા લાગેલા હશે.


આ કેમેરા લેન કટિંગ કરનારા વાહોનનોી નોંધ લેશે.વાહનો ટેક્નોલોજીથી કનેક્ટેડ હોવા જરુરી છે તેથી વેહિકલ ડિટેક્શન સેન્સર જરુરી છે. એટલે કે વાહનોમાં જીપીએસ જેવા સેન્સર લગાવવામાં આવશે. બ્લૂ-ટૂથ અને વાય-ફાયનો આના માટે સૌથી વધુ ઉપયોગ થશે. જે હવે નવા વાહનોમાં ઇનબિલ્ટ હોય છે.

સીસીટીવી કેમેરા દ્વારા અકસ્માતો અને ટ્રાફિક જામ પર નજર રાખવામાં આવશે. આવા સમયે એક્સપ્રેસ વે પરથી જનારા વાહનો સેન્સર દ્વારા અકસ્માત અને ટ્રાફિક જામની માહિતી પહેલાં જ મશી જશે જેથી સંભવિત ભય જાણી લેતાં વાહન પર પહેલાં જ કાબૂ મેળવી શકાશે. ભારે વાહનો એક્સપ્રેસ વે પર પાર્ક હશે તો તેની જાણકારી પણ પહેલાં જ મળી જશે. અકસ્માતમની જાણકારી મિનીટોમાં મળી જતાં બચાવ કામગીરી વહેલી તકે હાથ ધરાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત