બોલો, BMC 30 દિવસમાં 3,700 કરોડનો Property Tax વસૂલી શકશે?
મુંબઈ: નાણાકીય વર્ષ 2023-24 સમાપ્ત થવામાં માત્ર એક મહિનો જ રહી ગયો છે. જોકે મુંબઈ મહાપાલિકા (BMC) દ્વારા માત્ર 18 ટકા જેટલા પ્રોપર્ટી ટૅક્સ (Property Tax)ની રકમ વસૂલવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે, જેથી આ નાણાકીય વર્ષમાં હજી 3,700 કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટૅક્સને માત્ર એક મહિનામાં વસૂલ કરવાનો પડકાર બીએમસી સમક્ષ છે.
બીએમસી (મુંબઈ મહાનગરપાલિકા) દ્વારા આ વર્ષે રૂ. 4500 કરોડનો પ્રોપર્ટી ટૅક્સ વસૂલવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, પણ પાલિકા દ્વારા મુંબઈગરાઓને પ્રોપર્ટી ટૅક્સ બાબતે કોઈ પણ આવ્હાન નહીં કરવામાં આવતા હજારો કરોડ રૂપિયાનો ટૅક્સ વસૂલવાનું કામ રખડી પડ્યું છે.
આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે બીએમસી દ્વારા બે વખત પ્રોપર્ટી ટૅક્સ બાબતે લોકોને નોટિસ મોકલવામાં આવી હતી, પણ બીએમસીના પ્રોપર્ટી ટૅક્સ વધારવાના નિર્ણયને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્થગીતિ આપવામાં આવતા બીએમસી દ્વારા નવી નોટિસ મોકલવામાં આવી રહી છે. આ કારણને લીધે પ્રોપર્ટી ટૅક્સને લઈને મોડું થઈ રહ્યું છે.
વર્ષ 2023-24માં પ્રોપર્ટી ટૅક્સ દ્વારા 4500 કરોડ રૂપિયા જમા કરવાનો બીએમસીનો ટાર્ગેટ હતો, પણ નાણાકીય વર્ષને પૂર્ણ થવામાં એક મહિના પહેલા માત્ર રૂ. 800 કરોડ જ બીએમસીની તિજોરીમાં જમા થયા છે.
પ્રશાસન દ્વારા નાગરિકોને પ્રોપર્ટી ટૅક્સ ભરવા પ્રોત્સાહિત કરવા માટે જાગરૂકતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનથી માર્ચ 31 સુધી રૂ. 3700 કરીદના પ્રોપર્ટી ટૅક્સ બીએમસી વસૂલ કરશે એ જોવાનું રહેશે.
એક અહેવાલ મુજબ દર પાંચ વર્ષમાં પ્રોપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવે છે.
છેલ્લે 2015માં આ ટૅક્સને વધારવામાં આવ્યો હતો. જોકે 2020માં કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ટૅક્સમાં વધારો કરવાની પરવાનગી નકારવામાં આવી હતી અને તે સમયથી આજ સુધી ટૅક્સમાં વધારો ન કરવામાં આવ્યો હોવાની માહિતી અધિકારીએ આપી હતી. આ પોર્ટલ મારફત પ્રોપર્ટી ટૅક્સ ભરવાનું આવ્હાન કરવામાં આવ્યું છે. બીએમસી દ્વારા આ લિન્કને દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેરવવામાં આવી આવી રહી છે. આ સાથે મોબાઇલ એપ દ્વારા પણ ઓનલાઇન પ્રક્રિયાથી પ્રોપર્ટી ટૅક્સ ભરવાનું મુંબઈગરાઓને આવ્હાન કરવામાં આવી રહ્યું છે.