આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈમાં 17,700 કરોડનો રોડ પ્રોજેક્ટ નિર્ધારિત ડેડલાઈનમાં પૂરા થવામાં અવરોધો, કારણ પણ કંઈક આવું છે…

મુંબઈઃ મુંબઈને ખાડામુક્ત કરવા માટે BMCએ 17,700 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાઓનું સિમેન્ટ કોંક્રીટાઇઝેશન કરવાનો મેગા પ્રોજેક્ટ હાથ ધર્યો છે, પરંતુ ચોમાસું નજીક હોવા છતાં મુંબઈના રસ્તાઓનું ૮૩.૩૬ ટકા સિમેન્ટ કોંક્રીટીંગ કામ હજુ પૂર્ણ થવાનું બાકી છે અને હાલના ભારે વરસાદે પાલિકાએ તેની ૩૧ મેની સમયમર્યાદા નજીકમાં છે. અધૂરામાં પૂરું પ્રસ્તાવિત પ્રોજેક્ટે મહાનગરમાં ગેરવ્યવસ્થા ઊભી કરી છે, જેમાં કોન્ટ્રાક્ટર્સ દરેક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. નબળા કામની વ્યાપક ફરિયાદો મળી રહી છે. કેટલાક કિસ્સાઓમાં, સંપૂર્ણ સારા રસ્તાઓ અને ફૂટપાથ ખોદવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક નાગરિકોનો ગુસ્સો વધ્યો છે.

1,768 રસ્તાનું કામ ચાલુ છે
ભૂતપૂર્વ કોર્પોરેટરોએ આ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. BMCએ કુલ 2,121 રસ્તાઓનું સિમેન્ટ કોંક્રીટાઇઝેશન હાથ ધર્યું છે, કુલ 700 કિમી સુધી ફેલાયેલા આ રસ્તાઓના ફેઝ 1 અને 2 એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત ડેટા મુજબ 5 મે સુધીમાં 353 રસ્તાઓનું કોંક્રિટીકરણ પૂર્ણ થયું છે અને 1,768 રસ્તાનું કામ ચાલુ છે. જોકે BMCએ કહ્યું છે કે તે 31 મે સુધીમાં શક્ય તેટલું કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે, જેથી નાગરિકો કામની ગુણવત્તા અંગે શંકા કરી રહ્યા છે.

નબળી ગુણવત્તાવાળું ડ્રાય ક્રોકિંટ મળ્યું
પાલિકા દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા નિરીક્ષણમાં રસ્તાના કામના સ્થળે નબળી ગુણવત્તાવાળું ડ્રાય કોંક્રિટ મિશ્રણ મળી આવ્યું હતું, જેના પછી કોન્ટ્રાક્ટર પર રૂ. 75,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને BMCના એક સબ-એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. શું BMC તેની સમયમર્યાદા પૂરી કરી શકશે એના જવાબમાં પાલિકાના અધિકારીએ કહ્યું હતું કે અમારો પ્રયાસ 31મી મે સુધીમાં ચાલુ રહેલા તમામ કામકાજ પૂર્ણ કરવાનો છે. અપવાદરૂપ કિસ્સાઓમાં જ્યાં રસ્તાનું કામ પૂર્ણ ન થઈ રહ્યું હોય. જોકે, અમે એ વાતની પણ ખાતરી કરીશું કે ‘જંક્શન-ટુ-જંક્શન’ રસ્તાનું કામ પૂર્ણ થાય.

કાર્યની દેખરેખ માટે પર્યાપ્ત સ્ટાફ નહીં
સ્વૈચ્છિક સંસ્થાના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મે મહિનાના બીજા અઠવાડિયા સુધી રસ્તાના કોંક્રીટીકરણનું કામ માત્ર 16 ટકા પૂર્ણ થયું છે તે ચિંતાજનક છે કે પૂર્વના વોર્ડમાં જાળવણી વિભાગના એક જ જુનિયર એન્જિનિયરની દેખરેખ હેઠળ ૧૯ પ્રોજેક્ટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કાર્યની અસરકારક દેખરેખ માટે પૂરતો સ્ટાફ નથી. ઉપરાંત, તે પાલિકાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા દેખરેખમાં ગંભીર ખામી દર્શાવે છે. રસ્તાઓને પૂર્ણ કરવામાં ફૂટપાથ અને રસ્તાની બાજુમાં ગટરનો પણ સમાવેશ થાય છે. આપણે ચોમાસા પહેલા રસ્તાઓને વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવા માટે માત્ર વાહનચાલકોનો જ નહીં, પણ રાહદારીઓનો પણ વિચાર કરવો જોઈએ, એમ અન્ય કાર્યકર્તાએ જણાવ્યું હતું.

2,000થી વધુ રસ્તાનું કામ કરવામાં ઉતાવળ કેમ?
શહેરમાં દરેક બીજો રસ્તો ખોદવામાં આવ્યો છે. આપણે આપણા પોતાના શહેરને ઓળખી શકતા નથી. સ્પષ્ટ છે કે 31 મે સુધીમાં બધા કામ પૂર્ણ નહીં થાય. એક સાથે 2,000થી વધુ રસ્તાઓનું કામ શરૂ કરવાની ઉતાવળ શું હતી? બે તબક્કાને બદલે ચાર તબક્કામાં કોંક્રિટીકરણ કરી શકાયું હોત. હવે, બધા રસ્તાઓ મોટરેબલ બનાવવા માટે એક મહિનાથી પણ ઓછો સમય બાકી છે, તેથી ગુણવત્તા જાળવી શકાતી નથી” એમ એક્ટિવિસ્ટે જણાવ્યું હતું.

iit bombay bmc “File Photo”

કોઈ પણ નબળી ગુણવત્તાવાળા કામ ચલાવાશે નહીં
જોકે, AMCએ જણાવ્યું હતું કે કામની ગુણવત્તામાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ગુણવત્તા દેખરેખ એજન્સી અને નિયમિત રીતે સ્થળનું નિરીક્ષણ કરતા BMC એન્જિનિયર ઉપરાંત, અમે કોંક્રિટીકરણ કાર્યની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે IIT બોમ્બેની નિમણૂક કરી છે. વધુમાં, વરિષ્ઠ અધિકારીઓ પણ અચાનક નિરીક્ષણ કરે છે. કોઈ પણ નબળી ગુણવત્તાવાળા કામને ચલાવી લેવામાં આવશે નહીં.

આપણ વાંચો : 65 કરોડની છેતરપિંડીઃ પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સહિત 13 સામે ગુનો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button