મુંબઈના રસ્તાના ખાડા ૭૨ કલાકમાં ભરવામાં આવશે...
આમચી મુંબઈ

મુંબઈના રસ્તાના ખાડા ૭૨ કલાકમાં ભરવામાં આવશે…

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ:
સોમવાર અને મંગળવારે સતત બે દિવસ પડેલા મુશળધાર વરસાદે મુંબઈમાં ખાડાઓનું સંકટ વધારી નાખ્યું છે.ખાડાને કારણે ટ્રાફિક સમસ્યા વકરી ગઈ છે. તેની દખલ ગંભીર લઈ ને, મુંબઈ ઉપનગરીય પાલક પ્રધાને ગણેશોત્સવ પહેલા તમામ ખાડાઓ ભરવા માટે ૭૨ કલાકનો સમય પાલિકા અધિકારીઓને આપ્યો છે.

તેમણે વાકોલા, વિક્રોલી અને ગોરેગાંવમાં પુલો પરના ખાડાઓને મુદ્દે પણ પાલિકાને આડેહાથ લીધા હતા. તેમ જ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC) ને પણ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. જો તેઓ ખાડા પૂરવામાં નિષ્ફળ જાય, તો BMC સમારકામ હાથ ધરશે.

તાજેતરમાં થયેલા ભારે વરસાદે મુંબઈ અને તેના ઉપનગરોમાં ખાડાઓનું સંકટ વધારી નાખ્યું છે. પહેલી થી ૨૨ ઓગસ્ટ દરમિયાન ૪,૦૦૦થી વધુ ખાડાઓ નોંધાયા છે. આટલા બધા ખાડા રસ્તા પર હોવાથી મુંબઈગરાની જ ગણેશોત્સવ મંડળોમાં ચિંતા વ્યાપી ગઈ છે, ખાસ કરીને જ્યારે આ વર્ષે આ તહેવાર ‘રાજ્ય મહોત્સવ’ (રાજ્ય ઉત્સવ) તરીકે ઉજવવામાં આવનાર છે.

ઉપનગરમાં પાલક પ્રધાને સુધરાઈ, એમએમઆરડીએ, એસઆરએ, ટ્રાફિક પોલીસ અને રેલવે સત્તાવાળાઓના વરિષ્ઠ અધિકારીઓ, ભૂતપૂર્વ કોર્પોરેટરો સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી, જેથી તમામ વિભાગોમાં તાત્કાલિક કાર્યવાહી અને સંકલન સુનિશ્ચિત કરી શકાય. આ બેઠકમાં પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.

પાલક પ્રધાને મુંબઈમાં હાઇવે અને આંતરિક રસ્તાઓ પર ખાડાઓ સંબંધિત ફરિયાદોમાં વધારો થવા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે જ્યાં કામ બાકી છે ત્યાં તાત્કાલિક કોન્ટ્રાક્ટરોની નિમણૂક કરવામાં આવે અને વિલંબ કર્યા વિના ખાડા ભરવાની કામગીરી ઝડપી બનાવવામાં આવે.

“ગણેશ ચતુર્થી પહેલા મુંબઈને ખાડામુક્ત બનાવવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે, હવે તમામ બાકી રસ્તાઓનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવું જોઈએ એવી સૂચના પણ તેમણે આપી હતી. જાહેર સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે નવા બનેલા રસ્તાઓ પર, ખાસ કરીને શાળાઓ, કોલેજો અને વધુ ટ્રાફિકવાળા વિસ્તારોની નજીક, સ્પીડ બ્રેકર અને રમ્બલર તાત્કાલિક સ્થાપિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.

જૂન અને 22 ઓગસ્ટ વચ્ચે, સુધરાઈને ૧૧,૫૨૫ ખાડાઓની ફરિયાદો મળી હતી, જેમાંથી ૩,૦૧૧ ખાડાઓ સાથે સંબંધિત નહોતી અને ૮૨૬અન્ય સરકારી એજન્સીઓ હેઠળના રસ્તાઓ સાથે સંબંધિત હતી. પાલિકા આ ફરિયાદો સંબંધિત અધિકારીઓને મોકલે છે, પરંતુ કાર્યવાહીમાં ઘણીવાર વિલંબ થાય છે.

નાગરિકો ને થતી અસુવિધાને રોકવા માટે, જો સ્ટેટ રોડ ડિપાર્ટમેન્ટ અધિકારક્ષેત્ર હેઠળના ફ્લાયઓવર કાર્યવાહી કરવામાં નિષ્ફળ જાય તો પાલિકા ખાડાઓનું સમારકામ સંભાળશે. પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, બધા સમારકામમાં સારી ટકાઉપણું માટે મેસ્ટીક ડામર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button