પ્રદૂષણ માટે જવાબદાર કનસ્ટ્રકશન સાઈટ, રિડેવલપમેન્ટ પર નજર રાખજો: | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

પ્રદૂષણ માટે જવાબદાર કનસ્ટ્રકશન સાઈટ, રિડેવલપમેન્ટ પર નજર રાખજો:

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વર્તમાનમાં હવામાનમાં થઈ રહેલા ફેરફાર અને શિયાળાનું આગમન નજીક હોઈ મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં તે માટે મુંબઈમાં ચાલી રહેલા રિડેવલપમેન્ટ, ક્ધસ્ટ્રકશન સાઈટ, આર.એમ, પ્લાન્ટ અને બેકરી પર નજર રાખવાનો નિર્દેશ મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડે મુંબઈ મહાનગરપાલિકાને આપ્યો છે.

મુંબઈમાં છેલ્લા અનેક દિવસોથી હવાની ગુણવત્તા કથળી છે. એર ક્વોલિટી ઈન્ડેકસ સતત ઊંચો નોંધાઈ રહ્યો હતો ત્યારે આગામી દિવસોમાં શિયાળાના સમયમાં પ્રદૂષણનું પ્રમાણ વધવાની શક્યતા છે ત્યારે બુધવારે મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સિદ્ધેશ કદમે મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ભૂષણ ગગરાણી સાથે મુંબઈના વાતાવરણમાં રહેલા પ્રદૂષણને બાબતેે બુધવારે પાલિકા મુખ્યાલયમાં ચર્ચા કરી હતી.

આ દરમ્યાન મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સિદ્ધેશ કદમે મુંબઈ શહેરમાં ચાલી રહેલા બાંધકામ, બેકરી, આર.એમ.સી પ્લાન્ટ, ઈમારતના રિડેવલમેન્ટના કારણે નીકળનારા કાટમાળને કારણે વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં તેનું ધ્યાન રાખવાનો અને તેને લગતી ઉપાય યોજના અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button