આમચી મુંબઈ

મુંબઈ પોલીસનું ઑપરેશન ઑલ આઉટ, આઠ ફરાર આરોપીની ધરપકડ: 46 તડીપાર ઝડપાયા

શહેરમાં ત્રણ કલાકમાં 2,483 વાહનચાલકો સામે કાર્યવાહી: ડ્રન્ક ઍન્ડ ડ્રાઈવમાં 60 પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહાપરિનિર્વાણ દિન અને થર્ટીફર્સ્ટ નજીક આવી રહી હોવાથી મુંબઈ પોલીસે શહેરભરમાં ઑપરેશન ઑલ આઉટ હાથ ધરી ફરાર આઠ આરોપીની ધરપકડ કરી હતી. શહેરમાં 108 સ્થળે નાકાબંધી કરી પોલીસે માત્ર કલાકમાં જ 2,483 વાહનચાલકો સામે મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

ઑપરેશન ઑલ આઉટમાં પાંચ રિજન, સ્પેશિયલ બ્રાન્ચ અને લૉ ઍન્ડ ઑર્ડરના એડિશનલ પોલીસ કમિશનર, 13 ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર, 41 એસીપી અને બધા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર તેમ જ ચુનંદા પોલીસ અધિકારીઓ ફરજ પર હતા. મુંબઈમાં 214 સ્થળે કૉમ્બિંગ ઑપરેશન હાથ ધરાયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ આઠ ફરાર આરોપીની ધરપકડ કરાઈ હતી, જ્યારે 87 બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કરાયા હતા. ગેરકાયદે શસ્ત્રો રાખવા પ્રકરણે 30 આરોપી સામે કાર્યવાહી કરાઈ હતી. શહેરમાંથી તડીપાર કરવામાં આવ્યા છતાં પરવાનગી વિના મુંબઈમાં પાછા ફરેલા 46 આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા.

કૉમ્બિંગ ઑપરેશન દરમિયાન રેકોર્ડ પરના 1,115 આરોપી તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 248 આરોપી સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ 108 સ્થળે નાકાબંધી દરમિયાન 7,738 ટુ વ્હીલર-ફોર વ્હીલરની તપાસણી કરવામાં આવી હતી, જેમાંથી 2,483 વાહનચાલકો સામે મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker