આમચી મુંબઈમનોરંજન

શાહરૂખ ખાનને ધમકી આપનાર વકીલની ધરપકડ; પુછપરછ માટે મુંબઈ લાવવામાં આવશે

રાયપુર: થોડા દિવસો આગાઉ બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી (Death Threat to Shah Rukh Khan) મળી હતી. મુંબઈ પોલીસના નંબર પર આ ફોન (Mumbai Police) આવ્યો હતો. આ પછી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ધમકીભર્યો કોલ છત્તીસગઢ(Chhattisgarh) થી આવ્યો હતો. હવે પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી છે, પોલીસે રાયપુરથી ફૈઝાન ખાન (Faizan Khan)નામના વકીલની ધરપકડ કરી છે. વકીલ પર શાહરૂખ ખાન પાસેથી 50 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે.

મુંબઈ પોલીસ રાયપુરમાં:
મોહમ્મદ ફૈઝાનને શંકાના આધારે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે હાજર ના થયો, ત્યારે મુંબઈ પોલીસે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ફૈઝાનનને તેના ઘરેથી પકડી પડ્યો હતો. મુંબઈ પોલીસની ટીમ રાયપુરમાં હાજર છે અને આરોપીની પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર વધુ પૂછપરછ માટે તેને મુંબઈ લાવવામાં આવશે.

ફૈઝાને આપ્યો આવો રદિયો:
નોંધનીય છે કે ફૈઝાને અગાઉ કહ્યું હતું કે તેનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો, આ ચોરાયેલા મોબાઈલ ફોનથી શાહરૂખ ખાનને ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે તેણે 2 નવેમ્બરના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ કલમો હેઠળ નોંધાયો કેસ:
પોલીસે મોહમ્મદ ફૈઝાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 308 (4) (જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણી) અને 351 (3) (4) (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધ્યો હતો. જે ફોન નંબર પરથી ધમકી મળી હતી તે નંબર તેના નામે નોંધાયેલો હતો.

Also Read – શાહરુખને ધમકીઃ ‘કિંગ ખાન’ને ધમકી આપનાર રાયપુરના વકીલે શું કર્યો દાવો?

શાહરૂખ ખાનને Y+ સુરક્ષા:
ધમકી બાદ મુંબઈ પોલીસે શાહરૂખ ખાનની સુરક્ષા વધારી દીધી હતી. તેને વાય પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. સુરક્ષા માટે શાહરૂખની આસપાસ છ સશસ્ત્ર સૈનિકો તૈનાત છે. અગાઉ તેની સુરક્ષામાં માત્ર બે સૈનિકો જ રહેતા હતા.

ફોન પર આવી ધમકી આપવામાં આવી હતી:
બાંદ્રા પોલીસને આ ધમકીની માહિતી મળી હતી. 5 નવેમ્બરના રોજ બાંદ્રા પોલીસ સ્ટેશનના નંબર પર કોલ આવ્યો અને આરોપીએ કહ્યું, ‘એ બેન્ડસ્ટેન્ડનો શાહરૂખ છે, તેને 50 લાખ આપવા કહો નહીં તો હું તેને મારી નાખીશ…’. જ્યારે પોલીસે પૂછ્યું કે કોણ બોલે છે તો તેણે કહ્યું કે મારું નામ હિન્દુસ્તાની લખી લો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button