Breaking: Salman Khanના ઘરની બહાર ગોળીબાર કરનારા બંને શૂટરોની ભુજથી ધરપકડ, આજે આરોપીઓને મુંબઈ લાવવામાં આવશે
ભુજ: સલમાન ખાન(SAlmankhan)ના ઘરની બહાર ફાયરિંગ(Firing) કરનારા બંને શૂટરોની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા બંને શૂટરોની ગત મોડી રાત્રે ગુજરાતના ભુજ(Bhuj)માંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે બંને શકમંદો ગુજરાતના ભુજ જિલ્લામાંથી પકડાયા હતા.
ધરપકડ કરાયેલા શકમંદોની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓને પૂછપરછ માટે મંગળવારે મુંબઈ પરત લાવવામાં આવશે. પોલીસ ટૂંક સમયમાં બંને આરોપીઓ વિશે વધારાની વિગતો જાહેર કરશે.
Also Read:
સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગઃ હુમલાખોરોની તસવીરો વાઈરલ
રવિવારે સવારે લગભગ 5 વાગ્યે મુંબઈના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહારથી બાઇકસવાર બે શખ્સોએ સલમાન ખાનના એપાર્ટમેન્ટમ પર ગોળીબાર કર્યો હતો. ઘટના સમયે સલમાન ઘરે હતો. ફાયરિંગ કરીને બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે નજીકમાં હાજર સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને બંને આરોપીઓની ઓળખ થઈ.
Also Read:
યોજના યુએસમાં, અમલ મુંબઈમાં: સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: શૂટરના ઘરમાં પોલીસની સર્ચ
અહેવાલ મુજબ ગોળીબાર બાદ શૂટરોએ બાઈક એક ચર્ચ પાસે છોડી દીધી, થોડે દૂર ચાલ્યા અને પછી બાંદ્રા રેલવે સ્ટેશન પહોંચવા માટે ઓટોરિક્ષા લીધી. ત્યાંથી તેઓ સાંતાક્રુઝ સ્ટેશન જવા માટે ટ્રેનમાં ચડ્યા અને બીજી ઓટોરિક્ષા ભાડે કરી.જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનાની જવાબદારી લીધી હતી.