શક્ય હોય તો દક્ષિણ મુંબઈ તરફ જવાનું ટાળજોઃ મુંબઈ પોલીસે કરી અપીલ

મુંબઈઃ એક તરફ ગણેશોત્સવ અને બીજી તરફ સંવતસરીના પાવન તહેવારો અને સાથે વરસાદને લીધે મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા છે જ ત્યારે મરાઠા આંદોલનને લીધે દક્ષિણ મુંબઈ તરફના બધા રસ્તાઓ જામ થઈ ગયા છે અને ઘણા લોકો કંટાળી પાછા ફરી રહ્યા છે. દક્ષિણ મુંબઈ તરફ આવતો ઈસ્ટર્ન ફ્રી વે, વરલી બાન્દ્રા સિ-લિંક બધા જ મહત્વના રોડ પર વાહનોની લાંબી કતારો છે.
આથી મુંબઈ પોલીસે અપીલ કરી છે કે જો મહત્વનું કામ ન હોય અને કામ ટાળી શકાતું હોય તો લોકોએ દક્ષિણ મુંબઈ તરફ આવવાનું ટાળવું. મુંબઈ ટ્રાફિક પોલીસે ખાસ અપીલ કરી છે કે લોકો ફ્રી વેનો ઉપયોગ ન કરે અને સીએસટી આસપાસના વિસ્તારોમાં પણ બની શકે તો આવવાનું ટાળે.
મનોજ જરાંગે આઝાદ મેદાનમાં મરાઠા આરક્ષણની માગણીને લઈને અનશન પર બેસવાના છે અને તેમના સમર્થકો હજારોની સંખ્યામાં આઝાદ મેદાન તરફ આવી રહ્યા છે. મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસે પૂરતી વ્યવસ્થાનો બંદોબસ્ત કર્યો છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં આવેલા લોકોને લીધે ટ્રાફિકની સમસ્યા વધારે થઈ છે. દક્ષિણ મુંબઈના ઘમા રોડને બંધ કરવાની ફરજ પણ પોલીસને પડી છે.
In view of Morcha at Azad Maidan on 29th August 2025, following traffic arrangements will be in place from 0.00 hrs on 29th August till further orders.
— Mumbai Traffic Police (@MTPHereToHelp) August 28, 2025
Citizens are requested to plan commute likewise.#MTPTrafficUpdates pic.twitter.com/4DSU5LbMFN
આ સાથે શહેરમાં ગણેશોત્સવનો ઉત્સાહ પણ છે. દક્ષિણ મુંબઈ પહેલેથી જ ટ્રાફિકની સમસ્યાથી ઝૂઝતું હોય છે ત્યારે આવી સ્થિતિમાં નાગરિકોએ પોલીસની મદદે આવવું જોઈએ. આવી સ્થિતિ આવતીકાલે રહેવાની પણ શક્યતા છે. આથી અત્યંત જરૂરી કે ટાળી ન શકાય તેવું કામ હોય તો જ લોકો ઘરની બહાર નીકળી દક્ષિણ મુંબઈ તરફ આવે તેવી અપીલ ટ્રાફિક પોલીસે કરી છે.
આપણ વાંચો: મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે મુંબઈ પહોંચ્યા, આઝાદ મેદાનમાં ભારે સુરક્ષા બંદોબસ્ત