પરેલમાં બાંબુના ગોડાઉનમાં આગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પરેલમાં સયાની રોડ પર પરેલ એસટી ડેપોની સામે આવેલી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર કરવામાં આવેલા બાંબુમાં શુક્રવારે મોડી સાંજે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
ફાયરબ્રિગેડા જણાવ્યા મુજબ પરેલ એસટી ડેપોનીસામે આવેલી લોઢા ગ્રાન્ડેયર બિલ્ડગમાં ગાઉન્ડ ફ્લોરમાં મોટા પ્રમાણમાં બાંબુનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે લગભગ ૬.૧૫ વાગ્યાની આસપાસ તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ફાયરબિગ્રેડ પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. બાંબુમાં લાગેલી આગને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો નીકળ્યો હતો અને જે આખી બિલ્િંડગમાં ફેલાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ ૭.૩૦ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્નસીબે આગના બનાવમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
આ પણ વાંચો : BMC ચૂંટણી પ્રચારમાં ફટાકડા ફોડવા પડ્યા ભારે: એક રોકેટે લગાવી ઘરમાં આગ, ડેઝી શાહે વ્યક્ત કર્યો આક્રોશ…



