રામના રંગે રંગાઇ મુંબઈ | મુંબઈ સમાચાર

રામના રંગે રંગાઇ મુંબઈ

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે મુંબઈમાં પણ જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. વડાલાનું રામમંદિર, સિદ્ધિવિનાયક, બાબુલનાથ જેવા શહેરના પ્રખ્યાત મંદિરોમાં રોશની, રંગોળી સહિતની સજાવટ કરવામાં આવી હતી તથા વિવિધ વિસ્તારોમાં શ્રીરામની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. દિવાળી જેવો માહોલ મુંબઈમાં જોવા મળ્યો હતો. (અમય ખરાડે)

Back to top button