અપૂરતી દેખરેખને લીધે નવા સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા પર તિરાડો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં નવા બનાવવામાં આવેલા સિમેન્ટ-કૉંક્રીટના રસ્તાઓ પર તિરાડો પડી રહી હોવાની ફરિયાદ સુધરાઈને આવી રહી છે. પાલિકાના અધિકારીઓએ તે માટે રેડી મિક્સ કૉંક્રિટ (આરએમસી) પ્લાન્ટમાં દેખરેખમાં તેમ જ મહત્વપૂર્ણ ક્યોરિંગ પ્રક્રિયા દરમિયાન અપૂરતી દેખરેખને જવાબદાર ગણાવ્યું છે. પાલિકાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ ક્વોલિટી મોનિટરિંગ માટે નીમવામાં આવેલી કન્સલ્ટેંટ કંપનીને મિશ્રણ અને ક્યોરિંગ બંને દરમિયાન યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ કરવામાં આવવાનો છે.
Also read : 2024માં ગુના ઉકેલાવાનો દર 77 ટકા: પોલીસ કમિશનર
મુંબઈમાં લગભગ ૮૦૦ કિલોમીટરના રસ્તાઓનું કૉંક્રીટીકરણ કરવા માટે પાલિકા લગભગ ૧૨,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચવાની છે. પહેલા તબક્કાામં પાલિકાએ ૩૨૪ કિલોમીટરના રસ્તાઓનું કૉંક્રીટીકરણ હાથ ધર્યું છે, જે ૩૧ મે, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે. હાલમાં ૨૧૩ રસ્તાઓ પર કામ ચાલી રહ્યા છે,જ્યારે ૨૯૮ રસ્તાઓનું કૉંક્રીટીકરણ કરવાનું બાકી છે. બીજા તબક્કામાં ૧,૪૨૦ રસ્તાઓનો સમાવેશ થાય છે, જેમાં ૪૩૩ અંડર ક્ધસ્ટ્રકશન છે અને હજી ઘણા રસ્તાના કામ બાકી છે ત્યારે પાલિકાને નવા કૉંક્રીટના રસ્તાઓ પર તિરાડ પડી હોવાની ફરિયાદો મળી રહી છે, જેનાથી કામની ગુણવત્તા અંગે ચિંતા ઊભી થઈ છે.
પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે મુંબઈના રસ્તાઓની ખાડાઓની સમસ્યાઓનો ઉકેલ કૉંક્રીટાઈઝેશન છે. મે તમામ યુટિલિટી વિભાગોને પત્ર લખીને જાણ કરી દીધી છે કેતેમને આગામી ૨૦ વર્ષ સુધી રસ્તા ખોદવા (યુટિલિટઝ સર્વિસ માટે)ની મંજૂરી આપવામાં આવશે નહીં. એક વખત રસ્તો સિમેન્ટનો બની જશે પછી તેમને રસ્તો ખોદવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
નવા રસ્તા પર પડી રહેલી તિરાડ બાબતે કમિશનરે કહ્યું હતુંકે આ મુદ્દો આરએમસી પ્લાન્ટમાં દેખરેખમાં ખામીઓ તેમ જ ક્યોરિંગ પ્રક્રિયા દરમિયાન અપૂરતી દેખરેખને કારણે ઉદ્ભવી છે. કૉંક્રીટના મિશ્રણ અને ક્યોરિંગ દરમિયાન યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું ન હોવાનું જણાતા ક્વોલિટી મોનિટરિંગ માટે જવાબદાર ક્ધસ્લટન્ટ કંપનીને જવાબદાર ઠેરવીને દંડ કરવામાં આવશે.
Also read : DCM એકનાથ શિંદેનો દયાવાન ચહેરો ફરી દેખાયોઃ પોતાની કારનો કાફલો અધવચ્ચે રોકી ને…
આ દરમિયાન સર્વેક્ષણ પછી ગયા મહિને ૭૧ સબ-ઈન્જિનિયરો, ૧૫ આસિસ્ટન્ટ ઈન્જિનિયર અને પાંચ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને નોટિસ આપવામાં આવી છે, તેઓ તેમના સંબંધિત વિસ્તારોમાં કૉંક્રીટીકરણના કામની દેખરેખ રાખવા માટે જવાબદાર હતા.