મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી ગરબાની છૂટ: નવરાત્રી માટે કલેકટરનો આદેશ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી ગરબાની છૂટ: નવરાત્રી માટે કલેકટરનો આદેશ

મુંબઈ: છેલ્લા ત્રણ દિવસ ગરબાપ્રેમીઓને રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે પણ મુંબઈમાં હવામાન વિભાગે ભારે વરસાદ ચેતવણી આપી હોઈ ભારેે વરસાદની આગાહી હોઈ ગરબાપ્રેમીઓની સાથે નવરાત્રી આયોજકોનું ટેન્શન વધી ગયું છે. વરસાદ ના પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

લાઉડસ્પીકરની મર્યાદાને કારણે રાતના ૧૦ વાગે રાસ-ગરબાનો કાર્યક્રમ સમાપ્ત કરવો પડે છે અને નોકરીધંધાથી ઘરે પાછા આવનારા લોકો મનભરીને ગરબાની મઝા માણી શકતા નથી. દર વર્ષે રાજ્ય સરકાર બેથી ત્રણ દિવસ રાતના ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકરની મંજૂરી આપતી હોય છે. તે મુજબ આ વર્ષે પણ રાજ્ય સરકારે છેલ્લા ત્રણ દિવસ મોડે સુધી ગરબા રમવાની છૂટ આપી છે.

આ પણ વાંચો: નવરાત્રીમાં માતાજીના ભક્તોને બેસ્ટે આપી આ સુવિધા

મુંબઈ કલેકટરની ઓફિસથી બહાર પાડવામાં આવેલા સર્ક્યુલર મુજબ નવરાત્રીના સપ્તમી (૨૯ સપ્ટેમ્બર), અષ્ટમી (૩૦ સપ્ટેબર) અને નોમ (પહેલી ઑક્ટોબર)ના આ ત્રણ દિવસ સવારના છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યકામ માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાશે. રાતના ૧૨ વાગ્યા સુધી ગરબા, દાંડિયા રમવાની મંજૂરી આપવામાં આવી છે. છતાં તેમાં અમુક નિયમો અને શરતો રાખવામાં આવી છે.

મંજૂરી મળેલા સમયમાં ધ્વની મર્યાદાનું સખતાઈપૂર્વક પાલના કરવાનું ફરજિયાત રહેશે. હાઈ કોર્ટે આપેલા આદેશનું પાલન કરવાનું રહશે. તેમ જ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થાય નહીં તેનું ધ્યાન રાખવું પડશે. સરકારે જાહેર કરેલા સાઈલેન્ટ ઝોનમાં આ મંજૂરી લાગુ પડશે નહીં. ધ્વની પ્રદૂષણ નિયમ, ૨૦૦૨માં નિયમ ત્રણ અને ચારનું પાલન કરવાનું આવશ્યક રહેશે. ફરિયાદ આવી તો ધ્વની પ્રાધિકરણને પર્યાવરણ સંરક્ષણ કાયદો, ૧૯૮૬ અંતર્ગત કાર્યવાહી કરવાનો અધિકાર રહશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button