આમચી મુંબઈ

મુંબઈ-નાશિક હાઇવે પર ત્રણ મહિના રહેશે ટ્રાફિકની સમસ્યા

થાણે: મુંબઈ-નાશિક હાઇવે પર ટ્રાફિકની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનો ગણાતા સાકેત પુલ વિસ્તારના મુખ્ય માર્ગને પહોળો કરવાની શરૂઆત થઇ છે જેને કારણે ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઇ રહી છે. સાકેત પુલથી માજિવડે સુધી રસ્તાનું કામ ચાલી રહ્યું છે જે ત્રણ મહિના સુધી પૂર્ણ થવાની શક્યતા છે. આ કામને કારણે રોજ સવારે નવી મુંબઈ, ભીવંડી અને નાશિક તરફ જનારા વાહનોને હાલાકી સહન કરવી પડી રહી છે. મુખ્ય માર્ગનું કામ પૂર્ણ થયા બાદ આ માર્ગ પર આઠ લાઇન શરૂ થશે. ત્યાર બાદ સાકેત પુલનું કામ હાથ ધરવામાં આવશે. તેથી કેટલાક મહિના મુંબઈ-નાશિક હાઇવે પર ટ્રાફિક જૅમ સમસ્યા થઇ શકે છે.

આ પણ વાંચો : મુંબઈ-નાશિક હાઇવે પર કન્ટેનરે અનેક વાહનોને મારી ટક્કર: 10થી વધુ ઘવાયા

મુંબઈ-નાશિક હાઇવે પરથી દિવસે ઘણા વાહનોની અવરજવર થતી હોય છે. ઉરણ જેએનપીટી અને નાશિકથી ગુજરાત અથવા ભીવંડી તરફ જનારા વાહનોને પણ આ માર્ગનો જ ઉપયોગ કરવો પડે છે. તેથી અહીં મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થતી હોય છે. મુંબઈ-નાશિક હાઇવેને વડપેથી સમૃદ્ધિ માર્ગ સાથે જોડવામાં આવનાર છે. તેથી તેથી સમૃદ્ધિ માર્ગના વાહનોનો ભાર પણ આ માર્ગ પર આવશે. તેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસઆરડીસી)એ ૨૦૨૧માં આ માર્ગને પહોળો કરવાનું કામ હાથે લીધું હતું.

વડપેથી થાણેના અંદાજે ૨૪ કિ.મી.નું કામ મે, ૨૦૨૫ સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ત્યાં નવા માર્ગનું કામ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. આગામી ત્રણ મહિના ટ્રાફિક જૅમની સમસ્યા થાણેના રહેવાસીઓને સહન કરવી પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button