Top Newsઆમચી મુંબઈ

પોલિંગ બૂથમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકા-૨૬ની ચૂંટણીમાં આ વર્ષે મુંબઈના કુલ ૧,૦૩,૪૪,૩૧૫ મતદારો મતદાન કરશે. એ દરમિયાન મતદારો ને મતદાન કરતા સમયે પોતાનો મોબાઇલ ફોન બહાર રાખવો પડવાનો છે. મતદારો માટે આ વર્ષે સમગ્ર મુંબઈમાં સરકારી, સહકારી અને ખાનગી પરિસરમા આશરે ૧૦,૨૩૧ પોલિંગ બૂથ હશે, જેમાં ૪,૭૦૪ સરકારી પરિસરમાં , ૭૮૨ હાઉસિંગ સોસાયટી અને બાકીના ૫,૧૨૫ ખાનગી પરિસરમાં હશે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ વિધાનસભાની ચૂંટણીની માફક જ આ વખતે પાલિકાની ચૂંટણીમાં પણ મતદારોને તેમના મોબાઈલ ફોન મતદાન કરતા સમયે અંદર નહીં લઈ જવાની સલાહ આપવામાં આવી છે. જોકે પાલિકાએ સત્તાવાર રીતે મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવા બાબતે કોઈ જાહેરાત કરી નહોતી, કારણકે ચૂંટણી પંચ તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો ન હોવાનું પાલિકા કમિશનરે જણાવ્યું હતું.

આ દરમ્યાન ચૂંટણી દિવસે
મતદારોની મદદ માટે ૪,૫૦૦ સ્યવંસેવકો તહેનાત કરવામાં આવવાના છે, તેઓ ભીડ નિયંત્રણમાં રાખવાથી લઈને દિવ્યાંગ તથા સિનિયર સિટિઝનને મતદાનમાં મદદ કરશે.



પાલિકા અધિકારીના જણાવ્યાં મુજબ
ડુપ્લિકેટ મતદારોનો પડકાર બની રહેવાનો છે.એક જ વોર્ડમાં અથવા અલગ અલગ વોર્ડમાં કુલ ૧.૬૮ લાખ મતદારો ડુપ્લિકેટ હોવાનું જાણવા મળ્યું છે. આમાથી ૪૮,૬૨૮ મતદારોએ પહેલાથી એનેક્સર -ટુ સબમિટ કરી દીધું છે, જે દર્શાવે છે કે તેઓ કયા વોર્ડમાં મતદાન કરશે. જોકે કે ડબલ વોટિંગ અટકાવવું પડકારજનક રહેશે.

પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ સ્પષ્ટતા કરી હતી કે આમાંથી ૧.૧૯ લાખ ડુપ્લિકેટ મતદારોએ મતદાન મથક પર કોઈ પણ બે ઓળખ પુરાવા રજૂ કરવા પડશે અને એનેક્સર -ટુ ભરવા પડશે કે જેથી તેઓ કયાં વોર્ડમાં મતદાન કરશે તેની પુષ્ટિ કરી શકાય.

આ પણ વાંચો…ચૂંટણી આવતાં જ તેઓ કહે છે કે મુંબઈ ખતરામાં છે: એકનાથ શિંદેનો ઠાકરે ભાઈઓ પર હુમલો

ચૂંટણીની આંકડાબાજી
ટોટલ વોટર-૧,૦૩,૪૪,૩૧૫
પુરુષ –૫૫,૧૬,૭૦૭
મહિલા- ૪૮,૨૬,૫૦૯
અન્ય-૧,૦૯૯
ઉમેદવાર –૧,૭૦૦
પુરુષ ઉમેદવાર-૮૨૨
મહિલા ઉમેદવાર-૮૭૮

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button