આમચી મુંબઈ
વરલીમાં મદ્રાસવાડીમાં ૧૩૯ ગેરકાયદે બાંધકામનો સફાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કોસ્ટલ રોડને અડીને આવેલા અને વરલીના ખાન અબ્દુલ ખાન ગફાર માર્ગ પાસે આવેલી મદ્રાસવાડીમાં કુલ ૧૬૯ ગેરકાયદે બાંધકામને મુંબઈ મહાનગરપાલિકાના જી-દક્ષિણ વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.
જી-દક્ષિણ વોર્ડ દ્વારા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં વરસાદનું પાણી ભરાઈ રહેવા માટે જવાબદાર રહેલા મદ્રાસવાડીના કુલ ૧૬૯ ગેરકાયદે બાંધકામને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તે માટે ૩૫ લેબર, કર્મચારી સહિત અધિકારીઓએ જુદા જુદા મશીનની મદદથી આ કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.