દિવાળી પહેલા મુંબઈ થશે ચકાચકઃ BMCની પાંચ દિવસ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ...
આમચી મુંબઈ

દિવાળી પહેલા મુંબઈ થશે ચકાચકઃ BMCની પાંચ દિવસ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દિવાળી પહેલા મુંબઈના તમામ મુખ્ય રસ્તા, ડિવાઈડર, ફૂટપાથ સહિત બજાર પરિસરની સફાઈ માટે મુંબઈ મહાનગરપાલિકા આજથી પાંચ દિવસ વિશેષ ઝુંબેશ હાથ ધરવાની છે. ‘સ્વચ્છ મુંબઈ, સુંદર મુંબઈ ’અભિયાન હેઠળ મુંબઈમાં સમયાંતરે વિશેષ સ્વચ્છતા ઝુંબેશ અમલમાં મૂકવામાં આવતી હોય છે. ૧૫ ઓક્ટોબરથી ૧૯ ઑક્ટોબર, ૨૦૨૫ સુધીના સમયગાળામાં દિવાળી પહેલા પાલિકા દ્વારા વિશેષ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ મુંબઈમાં બે શિફ્ટમાં સફાઈ કરવામાં આવે છે, જેમાં બપોરની શિફ્ટમાં સફાઈ માટે નીમવામાં આવેલી ‘પિંક આર્મી’ની મદદથી આ ઝુંબશ સાંજના અને રાતના સમયમાં હાથ ધરાશે, જેમાં મુખ્યત્વે તમામ મુખ્ય રસ્તા, અંદર આવેલા રસ્તા, ડિવાઈડર, ફૂટપાથ, ચોક, બજાર વિસ્તાર પરિસરની સંપૂર્ણ સફાઈ કરવામાં આવશે. રસ્તા તેમ જ ગલીમાંથી નીકળનારા કચરા, માટી, કાટમાળ વગેરેને ભેગો કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.

આ ઝુંબેશ બાબતે એડિશનલ કમિશનર અશ્ર્વિની જોશીએ જણાવ્યું હતું કે દિવાળી શરૂ થવા પહેલા સાર્વજનિક સ્થળોને સ્વચ્છ કરવામાં આવી રહ્યા છે. ‘પિંક આર્મી’ની મદદથી અને વધારાના મનુષ્યબળની મદદથી તેમ જ આવશ્યક મશીનની મદદથી સફાઈ કરવામાં આવશે.

આ પણ વાંચો…BMCની ચૂંટણી માટે નિયમમાં મોટા ફેરફાર: સરકારે જાહેર કર્યા નવા અનામત અને રોટેશનના નિયમ

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button