સેન્ચુરી મિલની જમીનના કબજા સંબંધેે સુધરાઈ કાનૂની અભિપ્રાયની રાહ જોઈ રહી છે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: તાજેતરમાં મળેલા કોર્ટમાંથી મળેલા કાયદાકીય વિજય બાદ પાલિકા પ્રશાસન હવે લોઅર પરેલમાં આવેલી સેન્ચુરી ટેક્સટાઈલ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની વિવાદાસ્પદ જમીનનો કબજો લેવા માટે તેમને નોટિસ મોકલી શકે કે નહીં તે માટે તેમના લિગલ વિભાગના ઔપચારિક અભિપ્રાયની રાહ જોઈ રહી છે. વધુમાં તેઓ જમીનનું મૂલ્યાંકન પણ કરી રહ્યા છે, કારણકે આ જમીન પર હાલ રહેણાંક અને દુકાનો આવેલી છે, ત્યારે તેમના પુુનર્વસનની જવાબદારી પાલિકાની રહેશે. આગામી ૧૫ દિવસમાં આ બાબતમાં નિર્ણય લેવામાં આવે એવી અપેક્ષા છે અને ત્યારબાદ પાલિકા આગળની પ્રક્રિયા હાથ ધરશે.
આ પણ વાંચો : મરાઠી મુદ્દા પર મનસે ફરી આક્રમક, કાર્યકર્તા ડિઝની હોટસ્ટારની ઓફિસમાં ઘૂસી ગયા, ધમાલ કરી
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પોતાના ચુકાદામાં સેન્ચુરી મિલની જમીન પાલિકાની હોવાને પુષ્ટિ આપી છે અને સેન્ચુરી ટેક્સટાઈલ અને ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ટ્રાન્સફર કરવાની દરખાસ્તને નકારી કાઢ્યા પછી જી-દક્ષિણ વોર્ડના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ ૧૦ જાન્યુઆરીએ મિલકતની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે સાઈટનું ઈન્સ્પેકશન કર્યું હતું.
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ જમીનનો કબજો લેવા માટેની યોગ્ય પ્રક્રિયા સમજવા માટે અમારા લિગલ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટે પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હોવાથી અમે સંબંધિત કંપનીને ફક્ત જાણ કરવી કે સોંપણી માટે ઔપચારિક નોટિસ જાહેર કરવી તે બાબતે વિચાર કરી રહ્યા છીએ.
હાલમાં આ જમીન પર લગભગ ૫૦૦ ભાડૂતો છે અને રાજ્યના સરકારના નિર્દેશ મુજબ તેઓ ૪૦૦ ચોરસ ફૂટના ઘરને પાત્ર છે. જોકે ભાડૂતોને ઘર પૂરા પાડવાની જવાબદારી પાલિકાની રહેશે કે નહીં બાબતે તેઓ અનિશ્ર્ચિત હોવનું કહેવાય છે. કાયદાકીય વિભાગ બે અઠવાડિયામાં અભિપ્રાય આપશે એવું ત્યારબાદ આગળના પગલા લેવામાં આવવાના છે.
આ પણ વાંચો : ટોરેસ સ્કૅમ: સીઈઓ તૌસીફ રિયાઝ પુણેમાં પકડાયો
૨૦૨૪-૨૫ના રેડી રેકનર દર અનુસાર આ જમીનની કિંમત આશરે ૬૬૦ કરોડ રૂપિયા છે. લોઅર પરેલમાં આશરે ૩૦,૫૫૦ ચોરસ મીટરનો આ જમીનનો ભાગ મેસર્સ સેન્ચુરી સ્પિનિંગ એન્ડ મેન્યુફેકચરિંગ લિમિટેડ (હવે સેન્ચુરી ટેક્સટાઈન એન્ડ ઈન્ડિસ્ટ્રીઝ લિમિટિેડ)ને પહેલી એપ્રિલ, ૧૯૨૭ના ૨૮ વર્ષના લીઝ માટે આપવામાં આવી હતી, જેનો હેતુ ગરીબ વર્ગના કર્મચારીઓને રહેવાની જગ્યા ઉપલબ્ધ કરી આપવાની હતી. મિલ દ્વારા આ જમીન પર ૪૭૬ રૂમ, ૧૦ દુકાનો અને એક ચાલ બનાવવામાં આવી હતી.