ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ૨૧ ઑગસ્ટથી ૧૮ કલાક માટે મુલુંડમાં પાણીપુરવઠો બંધ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ગોરેગામ-મુલુંડ લિંક રોડ માટે ૨૧ ઑગસ્ટથી ૧૮ કલાક માટે મુલુંડમાં પાણીપુરવઠો બંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પરના બ્રિજના કામને કારણે ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને હટાવવામાં આવવાની છે. આ કામ ગુરુવાર, ૨૧ ઑગસ્ટથી શુક્રવાર, ૨૨ ઑગસ્ટ, ૨૦૨૫ સુધી ચાલવાનું છે.

તેથી ૧૮ કલાક સુધી મુલુંડમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામ પૂરું થયા બાદ સ્થાનિક નાગરિકોને ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસ પાણી ઉકાળીને પીવાની સલાહ પાલિકા પ્રશાસને આપી છે.

આપણ વાંચો: મેટ્રોએ કરી મુંબઈમાં મોકાણઃ પાણીની પાઈપલાઈન ફૂટતા આ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ

મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગોરેગામ-મુલુંડ લિંક રોડ પરના પુલના કામને કારણે ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને અસર થવાની છે. તેથી મૅરેેથોન મૅક્સિમા બિલ્ડિંગથી તાનસા પુલ દરમ્યાન રસ્તાને લાગીને આવેલી પાઈપલાઈનને અન્ય જગ્યાએ વાળવામાં આવવાની છે. આ પાઈપલાઈન મુલુંડ વિસ્તારમાં પાણીપુરવઠો કરવામાં આવે છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ આ કામ બ્રિજના કામ દરમ્યાન પાઈપલાઈનને કોઈ નુકસાન થાય નહીં માટે આ પાઈપલાઈનને ડાઈવર્ટ કરવામાં આવવાની છે. તે માટેનું કામ ૨૧ ઑગસ્ટના સવારના ૧૦ વાગ્યાથી ૨૨ ઑગસ્ટના વહેલી સવારના ચાર વાગ્યા સુધી કરવામાં આવવાનું છે.

આપણ વાંચો: પાણીની પાઈપલાઈનોને બદલવા માટે 309 કરોડ રૂપિયા ખર્ચાશે

તેથી લગભગ ૧૮ કલાક માટે પાણીપુરવઠો બંધ કરવામાં આવશે. કામ પૂરું થયા બાદ સ્થાનિક રહેવાસીઓને ચારથી પાંચ દિવસ સુધી ઉકાળીને તથા ગાળીને પાણી પીવું પડશે.

ગોરેગામ-મુલુંડ લિંક રોડની આ ટ્વીન ટનલ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી પહોળી રોડ ટનલ પ્રોજેક્ટમાંની એક હશે. ૬,૫૦૦ કરોડ રૂપિયાનો ગોરેગામ-મુુલુંડ લિંક રોડ પશ્ર્ચિમ ઉપનગરના ગોરેગામને પૂર્વ ઉપનગરના મુલુંડ સાથે જોડશે.

આ પ્રોજેક્ટનો એક મહત્ત્વનો ભાગ ૬.૬૫ કિલોમીટર લાંબી ટ્વીન ટનલ છે, જે પશ્ર્ચિમ ઉપનગરમાં ફિલ્મ સીટીથી શરૂ થશે અને મુલુંડના અમર જંકશન નજીક ખુલશે.

ગોરેગામ -મુલુંડ લિંક રોડની ટ્વીન ટનલને ખોદવાનું કામ આવતા વર્ષની શરૂઆતથી થવાનું છે. ટનલ બોરિંગ મશીનના ભાગો ગયા મહિને ૫૪ ક્ધટેનરમાં મુંબઈ આવ્યા હતા અને હવે મશીનરી એસેમ્બલ કરવાનું કામ ચાલી રહ્યું છે

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button