મુંબઈ મોનોરેલના મામલે MMRDAની મોટી કાર્યવાહીઃ 2 અધિકારી સસ્પેન્ડ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મુંબઈ મોનોરેલના મામલે MMRDAની મોટી કાર્યવાહીઃ 2 અધિકારી સસ્પેન્ડ

ભારે વરસાદમાં ફસાયેલા સેંકડો મુસાફરોના કેસમાં બેદરકારી દાખવવા બદલ ચીફ સિગ્નલ અને સિક્યોરિટી મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા

મુંબઈઃ મુંબઈની મોનોરેલ ભારે વરસાદને કારણે અચાનક પાવર સપ્લાયમાં મુશ્કેલી સર્જાઈ હતી, ત્યાર બાદ સેંકડો પ્રવાસીઓ કલાકો સુધી મોનો રેલમાં ફસાઈ ગયા હતા. આ મામલામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ એક અઠવાડિયા પૂર્વે વરસાદમાં ફસાયેલા સેંકડો પ્રવાસીઓના કિસ્સામાં સંબંધિત અધિકારીઓની ભૂલ મુદ્દે બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મોનોરેલ સર્વિસમાં સંચાલન કરનાર પ્રશાસન એમએમઆરડીએ 19મી ઓગસ્ટની ઘટનામાં ઉચ્ચ સ્તરીય ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈમાં ભારે વરસાદને કારણે મૈસુર કોલોની અને ભક્તિ પાર્કમાં એક મોનોરેલ અટકી હતી. ત્યારબાદ મોનોરેલમાં ફસાયેલા પ્રવાસીોને સ્નોર્કલ સીડી મૂકીને નીચે ઉતારવામાં આવ્યા હતા. લગભગ 582 પ્રવાસીને બચાવવામાં આવ્યા હતા, જ્યારે પ્રવાસીને બચાવવા માટે બચાવ એજન્સીને મોનોરેલના કાચ તોડવા પડ્યા હતા અને ટ્રેનના દરવાજા ખોલ્યા હતા.

આ પણ વાંચો: મુંબઈમાં મેઘ કહેર: મોનો રેલ અધ વચ્ચે અટકી, 400થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા…

આ જ દિવસે અન્ય એક મોનોરેલને સફળતાપૂર્વક ખેંચીને વડાલા સ્ટેશન લઈ ગયા પછી પ્રવાસીઓને વડાલા સ્ટેશને લઈ જઈને 200 પ્રવાસીને સુરક્ષિત રીતે બહાર લઈ જવામાં આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે તમામ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ આ બનાવ પછી પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ કરવામાં આવ્યા હતા તેમ જ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. કહેવાય છે કે પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા પૂર્વે અમુક પ્રવાસીઓને શ્વાસોશ્વાસમાં તકલીફ ઊભી થઈ હતી, જ્યારે એક-બે પ્રવાસીને હોસ્પિટલમાં પણ ખસેડવા પડ્યા હતા.

આ બનાવ મુદ્દે એમએમઆરડીએના અધિકારીએ કહ્યું હતું કે એસઓપીની પ્રાથમિક સમીક્ષા પછી એમએમઆરડીએ ચીફ સિગ્નલ એન્ડ ટેલિકોમ) અને મેનેજમેન્ટ (સિક્યોરિટી)ના અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. આ બનાવમાં પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે ઓપરેટિંગ પ્રોસિજરના નિર્ધારિત માપદંડોમાં બેદરકારી બદલ બંને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button