મુંબઈમાં મોનો રેલ અને મેટ્રો રેલને જોડવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈગરા માટે ધોળો હાથી સાબિત થયેલી મોનોરેલનો ઉપયોગ વધુને વધુ મુંબઈગરા કરે તે માટે હવે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ મોનો અને મેટ્રો રેલવેને એક સાથે જોડવાની યોજના બનાવી હોવાનું જાણવા મળ્યું છે. મોનો રેલ અને મેટ્રો ટૂ-બીને જોડવાથી વધુને વધુ મુંબઈગરા તેમા પ્રવાસ કરશે એવો એમએમઆરડીએનો દાવો છે.
મેઈન્ટેન્સ માટે છેલ્લા અનેક મહિનાઓથી બંધ છે. ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક દરમ્યાન દોડતી મોનો રેલ હવે ફરી શરૂ થવાની છે. સપ્ટેમ્બર ૨૦૨૫થી અનિશ્ર્ચિત સમય માટે બંધ થયેલી મોનો રેલ હવે મે, ૨૦૨૬થી શરૂ થાય એવી શક્યતા છે .
મેટ્રો ટૂ-બી બે તબક્કામાં ચાલુ થવાની છે, જેમાં મેટ્રો ટૂ-બી અંધેરી પશ્ર્ચિમ-મંડાલે- માનખુર્દ રૂટ ચેમ્બુર રેલવે સ્ટેશન સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે પ્રમાણે જ મેટ્રો-મોનો રેલને જોડીને મોનો રેલ અને ચેમ્બુર મેટ્રો સ્ટેશન સેવામાં દાખલ થશે. મેટ્રો ટૂ-બી બે તબક્કામાં ચાલુ થવાની છે.
પહેલા તબક્કામાં ડાયમંડ નગરથી મંડાલે અને ડાયમંડ ગાર્ડનથી સારસ્વત નગર એ બીજા તબક્કામાં એટલે કે ૨૦૨૭માં ચાલુ થવાની છે. તે તબક્કામાં ચેમ્બુર મેટ્રો સ્ટેશનનો સમાવેશ કરીને તેનું જોડાણનું કામ કરવામાં આવવાનું છે. ચેમ્બુર મોનો રેલ સ્ટેશન અને ચેમ્બુર મેટ્રો સ્ટેશન વચ્ચે થોડું જ અંતર હોવાથી આ બંને સ્ટેશનને કેવી રીતે જોડવા તેના પર હાલ વિચાર ચાલી રહ્યો છે.



