મુંબઈમાંથી ગુમ થયેલી સગીરાને પશ્ચિમ બંગાળમાંથી બચવાઇ
એકલા ધારાવીમાંથી એક વર્ષમાં 35 છોકરીની મુક્તિ
મુંબઈ: હાલમાં મુંબઈ પોલીસના યુનિટ દ્વારા ધારાવીથી ગાયબ થયેલી 17 વર્ષની એક સગીરાને બંગાળના પાંજીપાડાથી બચાવી લેવામાં આવી હતી. આ સાથે મુંબઈ પોલીસની ટીમને છેલ્લા એક વર્ષમાં મુંબઈના ધરાવી વિસ્તારથી ખોવાઈ ગયેલી 35 છોકરીઓ પણ ત્યાં મળી આવી હતી. ધારાવી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા મુંબઈની એક 17 વર્ષની યુવતીનું અપહરણ કરી દેહ વ્યાપાર માટે લાવવામાં આવી હોવાની માહિતી પોલીસ ટીમને મળી હતી. આ યુવતીની શોધ લેવા માટે પોલીસની એક ટુકડી પશ્ચિમ બંગાળ રવાના થઈ હતી. ત્યાર બાદ મુંબઈની અનેક છોકરીઓને દેહ વેપાર માટે બંગાળમાં લઈ જવાનો ખુલાસો થયો હતો.
આ મામલે મળેલી માહિતી મુજબ મુંબઈની એક 17 વર્ષની સગીરાનું અપહરણ કરી દેહ વેપાર માટે તેને પશ્ચિમ બંગાળમાં લઈ જવામાં આવી હતી. પોલીસે આ યુવતીને શોધીને બચાવી લેવામાં આવી હતી. આ મામલે બિહારના ચંપારણના કુણાલ પાંડે અને સિકંદર શેખની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ માહિતી આપી હતી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ રેસક્યું મિશનમાં ધારાવી પોલીસ દ્વારા વર્ષ 2023 દરમિયાન મુંબઈના ધારાવીમાંથી ગાયબ થયેલી 35 છોકરીને બચાવી તેમની તેમના પરિવાર સાથે ભેટ કરવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સપ્ટેમ્બર 2023માં મુંબઈના ધારાવી વિસ્તારમાંથી એક વર્ષની સગીર યુવતી ગુમ થઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ યુવતીના પિતાની ફરિયાદ બાદ ધારાવી પોલીસે અજ્ઞાત લોકો સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ યુવતીને પશ્ચિમ બંગાળના પાંજીપાડામાં લઈ જવામાં આવી છે. પોલીસે આ મામલે એક્શન લઈ યુવતીને રેસક્યું કરી આરોપીઓ સામે બળાત્કાર અને જાતીય ગુનાઓ હેઠળ ગુનાઓ નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપી હતી કે આવા બીજા કેસમાં એક 14 વર્ષની સગીરાએ પોતાનું ઘર છોડી ટ્રેનથી પટના જઈ રહી હતી, જ્યાં તેને પોલીસે અટકાવી તેના માત-પિતાને સોંપી હતી. આ છોકરી મુંબઈના એલટીટી સ્ટેશનથી ટ્રેનમાં બેસી હતી. પોલીસે સીસીટીવી કૅમેરાની તપાસ કર્યા બાદ તે રાવેર સ્ટેશન પર હોવાની જાણ થતાં મુંબઈ પોલીસે ઔરંગાબાદ રેલવે પોલીસને આ મામલે જાણ કરી હતી અને ત્યાર બાદ આ છોકરીને પકડવામાં આવી હતી, એવી માહિતી આપી હતી.