માયા નગરીએ ઓઢી ધુમ્મસની ચાદર: પારો 20 ડિગ્રીએ પહોંચ્યો
મુંબઈ: મુંબઈગરાઓની સવાર આજે ધુમ્મસ સાથે થઈ હતી. વહેલી સવારે આખું શહેર ધુમ્મસના ઘેરામાં હતું. જો કે દિવસ જતા વાતાવરણ ધીમે ધીમે સ્વચ્છ થતું જણાતું હતું. એર ઇન્ડેક્સ ક્વોલિટી 116 નોંધાઈ હોવાની માહિતી મળી છે જેને મધ્યમ માનવામાં આવે છે. સવારે કોલાવવામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી નોંધાયો હતો જે દિવસ જતા ૨૧.૩ ડિગ્રી નોંધાયું છે અને સાન્તાક્રુઝમાં આ તાપમાન ૨૨.૫ ડિગ્રી નોંધાયું છે.
અગાઉ ગુરુવારે વરસાદીમાં માહોલને લીધે મુંબઈનું લઘુતમ તાપમાન 19.5 આસપાસ હતું. મુંબઈમાં સામાન્ય રીતે શિયાળાનો અનુભવ ઓછો થાય છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી મુંબઈમાં પણ ઠંડીનો વરતારો દેખાય છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે ધુમ્મસ નું વાતાવરણ સર્જાયું હતું .
સ્વાભાવિક રીતે સવારમાં વાહન ચાલકોએ હાલાકી નો અનુભવ કર્યો હતો વિઝિબિલિટી ખૂબ જ ઓછી હોવાને કારણે મુંબઈ થોડું ધીમું પડ્યું હતું એમ કહી શકાય. આગામી દિવસોમાં પણ મુંબઈમાં ઠંડી નો વરતારો રહેશે તેમ હવામાન ખાતાએ જણાવ્યું છે . જોકે વરસાદી વાતાવરણને લીધે હવાનું પ્રદૂષણ થોડું નિયંત્રિત છે . સામાન્ય રીતે મુંબઈ મુંબઈગરાઓએ ગરમ કપડાં પહેરવાની જરૂર પડતી નથી, પરંતુ હાલનો માહોલ જોતા મુંબઈમાં પણ સ્વેટર શાલ જેવા ગરમ કપડા ઓઢીને નીકળવું પડે તેમ જણાઈ રહ્યું છે.