રવિવારથી અઠવાડિયા સુધી મેટ્રો-ટૂએ અને મેટ્રો-૭ ના ટાઈમટેબલમાં ફેરફાર...
આમચી મુંબઈ

રવિવારથી અઠવાડિયા સુધી મેટ્રો-ટૂએ અને મેટ્રો-૭ ના ટાઈમટેબલમાં ફેરફાર…

(અમારા પ્રતિનિધી તરફથી)
મુંબઈ
: દહિસર-અંધેરી પશ્ર્ચિમ મેટ્રો-ટૂએ અને ઓવરીપાડા-ગુંદવલી મેટ્રો-૭ના રૂટની ટ્રેનના ટાઈમટેબલમાં રવિવાર, ૧૨ ઑક્ટોબરથી અઠવાડિયા માટે ફેરફાર કરવામાં આવ્યો છે. આ રૂટ પરની સર્વિસ ૧૨થી ૧૮ ઑક્ટોબરના સમયગાળામાં સવારના સમયે અમુક મિનિટ મોડી શરૂ થશે એવું મુંબઈ મેટ્રો ઓપરેશન કૉર્પોરેશન લિમિટેડે જાહેર કર્યું હતું.

હાલ દહિસર-મીરા-ભાયંદર મેટ્રો-નવ રૂટ પર દહિસર-કાશીગાવ ફેઝનું ઈન્ટીગ્રેશન (એકત્રીકરણ) સહિત સેફટી ટ્રાયલનું કામ હાથ લેવામાં આવ્યું છે. આ કામ માટે મેટ્રો-ટૂએ અને મેટ્રો-સાતના રૂટ પર સવારના ટ્રેન મોડી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મેટ્રો-૭નું વિસ્તારીકરણ મેટ્રો-નવના રૂટના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. હાલ મેટ્રો-નવનું કામ ચાલી રહ્યું હોઈ આ રૂટ પર દહિસર-કાશીગાવ દરમ્યાન પહેલા તબક્કામાં ડિસેમ્બર અંત સુધીમાં તેને સેવામાં દાખલ કરવાનું આયોજન છે. આ ફેઝની ટ્રાયલ હાલ ચાલી રહી છે. આ ટ્રાયલ માટે મેટ્રો-સાત અને મેટ્રો-નવ આ રૂટનું ઈન્ટીગ્રેશન કરવાનું કામ હાથમાં લેવામાં આવ્યું છે.

આ કામમાં સમય લાગવાનો હોવાથી મેટ્રો-૨એ એ મેટ્રો-૭ના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેથી દરરોજ સવારના ૫.૨૫ વાગ્યાથી શરૂ થનારી મેટ્રો-ટુએ અને મેટ્રો-૭ની સેવા આજથી અઠવાડિયા સુધી સવારના સાત વાગ્યાથી શરૂ થશે.

દહાણુકરવાડીથી ગુંદવલી જનારી પહેલી મેટ્રો સોમવારથી શુક્રવાર દરમ્યાન સવારના ૭.૦૧ વાગે તો શનિવાર સવારના સાત અને રવિવારે સવારના ૭.૦૪ વાગે શરૂ થશે દહાણુકરવાડીથી અંધેરી પશ્ર્ચિમ તરફ સોમવારથી શુક્રવાર દરમ્યાન પહેલી મેટ્રો સવારના ૭.૦૬ વાગે તો શનિવારે સવારના ૬.૫૮ વાગે અને રવિવારે સવારના ૬.૫૯ વાગે છૂટશે.

દહિસર પૂર્વથી અંધેરી પશ્ર્ચિમ તરફ સોમવારથી શુક્રવાર દરમ્યાન સવારના ૬.૫૮ વાગે પહેલી મેટ્રો દોડશે. તો શનિવાર સવારના અને રવિવારે સવારના ૭.૦૨ વાગે પહેલી ટ્રેન છૂટશે. દહિસર પૂર્વથી ગુંદવલી તરફ સોમવારથી શુક્રવાર દરમ્યાન સવારના ૬.૫૮ વાગે પહેલી ગાડી છૂટશે તો શનિવારે સવારના ૭.૦૬ વાગે અને રવિવારે સવારના ૭.૦૧ વાગે પહેલી મેટ્રો છૂટશે.

અંધેરી પશ્ર્ચિમથી ગુંદવલી તરફ જતી પહેલી મેટ્રો સોમવારથી શુક્રવાર દરમ્યાન સવારના ૭.૦૧ વાગે તો શનિવાર સવારના ૭.૦૨ વાગે અને રવિવારે સવારના ૭.૦૪ વાગે છૂટશે. તો ગુંદવલીથી અંધેરી પશ્ર્ચિમ માટે પહેલી મેટ્રો સોમવારથી શુક્રવાર દરમ્યાન સવારના ૭.૦૬ વાગે તો શનિવારે સવારના ૭.૦૨ વાગે અને રવિવારે સવારના ૭ વાગે છૂટશે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button