આમચી મુંબઈટોપ ન્યૂઝ

બે એરપોર્ટને જોડતી મેટ્રો-8 ટેન્ડર પહેલા આ કારણે ચર્ચામાંઃ જાણો વિગતવાર…

મુંબઇઃ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી મેટ્રો રૂટ આઠ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) ધોરણે આ રૂટ બનાવવાનો નિર્ણય લીધો છે. શહેરી વિકાસ વિભાગે સોમવારે આ અંગે નિર્ણય લીધો હતો. હવે સવાલ એ છે કે આ પ્રોજેક્ટનું નિર્માણ પણ અદાણી ઔદ્યોગિક જૂથ કરશે કે અન્ય કોઈ કંપની કરશે.

Also read : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પ્રથમ મોબાઇલ ફોરેન્સિક વૅન લોન્ચ કરી

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી એરપોર્ટ લિમિટેડ પાસે છે. નવી મુંબઈ એરપોર્ટના નિર્માણમાં 74% હિસ્સો આ કંપનીનો છે. હવે પીપીપી મોડેલમાં આ બંને એરપોર્ટને મેટ્રો 8 રૂટ થી જોડવામાં આવશે અને તેનું બાંધકામનું કામકાજ અદાણી પાસે જશે તેવી ચર્ચા છે. જો કે, રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટેન્ડર બાદ જ કામ આપવામાં આવશે. અગાઉ પણ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ટેન્ડર પહેલા જ કોન્ટ્રાક્ટ અદાણીને જશે તેવી ચર્ચા હતી અને બાદમાં આ પ્રોજેક્ટ અદાણીને જ મળ્યો હતો તેથી એવું માનવામાં આવે છે કે મેટ્રો-8 નું બાંધકામ અદાણીને જ સોંપવામાં આવશે.

મેટ્રો રૂટ નંબર 8 વિશેઃ-
નવી મુંબઈ એરપોર્ટ અને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને મેટ્રો દ્વારા જોડવાનો રૂટ આઠનો પ્રોજેક્ટ સિડકો અને મુંબઈ મેટ્રો પોલિટન ડેવલોપમેન્ટ ઓથોરિટી નામની બે સંસ્થાઓ દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ ની લંબાઈ 35 કિમીની છે. મેટ્રો રૂટ નંબર 8 ને ગોલ્ડ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. આ મેટ્રો 15000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ મેટ્રોથી દરરોજ લગભગ 9 લાખ પ્રવાસીઓને સુવિધા મળશે.

આ મેટ્રો મુંબઈ અને નવી મુંબઈની વચ્ચે યાત્રા કરનારા લોકો માટે એક મહત્વપૂર્ણ કનેક્શન બની જશે. આ મેટ્રો ગીચ શહેરી વિસ્તારોને બાયપાસ કરશે. આ મેટ્રો ઘાટકોપરથી અંધેરી સુધી અંડર ગ્રાઉન્ડ હશે અને ઘાટકોપરથી માનખુર્દ સુધી એલિવેટેડ હશે. સીવૂડ સ્ટેશનથી નવી મુંબઈના એરપોર્ટ સુધીના માર્ગમાં લગભગ સાડા આઠ કિલોમીટરનો વળાાંક લેવામાં આવશે.

Also read: Breaking : સોલાપુરના દરદીનું GBS ને કારણે મોત? દરદીઓનો આંકડો 100 પહોંચ્યો…

શહેરી વિકાસ વિભાગે જણાવ્યું હતું કે મેટ્રો 8 રૂટના પ્રોજેક્ટના નિર્માણમાં ઝડપ લાવવા માટે પીપીપી ધોરણે આ પ્રોજેક્ટ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રો રૂટ આઠનો મોટો ભાગ નવી મુંબઈના સિડકો વિસ્તારમાંથી પસાર થાય છે, જેને કારણે હવે સિડકોને આ રૂટનો ડીપીઆર તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button