મેટ્રો લાઈન-નવ: ભાયંદર બ્રિજ પાસે લોખંડનો વજનદાર જૅક નીચે પડયો...
આમચી મુંબઈ

મેટ્રો લાઈન-નવ: ભાયંદર બ્રિજ પાસે લોખંડનો વજનદાર જૅક નીચે પડયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: દહિસરથી મીરા રોડ-ભાયંદર વચ્ચે મેટ્રો લાઈન-નવનું નિર્માણ મુંબઈ મેટ્રોપોલિટન રિજન દ્વારા કરવામાં આવી રહ્યું છે. શનિવારે મીરા રોડમાં નયાનગર મેટ્રોના એલિવેટેડ રોડના પાસે ક્ધસ્ટ્રકશન સાઈટ પર એક હાઈડ્રોલિક જૅક નીચે પડયો હતો. લગભગ ૩૦ કિલો વજનનો આ જૅક નીચે પટકાયો હતો. સદ્નસીબે એ સમયે તે ઠેકાણે કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

આ રસ્તા પર મોટી માત્રામાં નાગરિકોની અવરજવર રહેતી હોય છે. સદ્નસીબે કોઈના માથા પર આ જૅક પડયો નહોતા તેથી મોટી દુર્ઘટના ટળી હતી. કામમાં બેદરકારી બદલ કૉન્ટ્રેક્ટર સહિત સંબંધિત એન્જિનિયર સામે તપાસ કરવાની સાથે જ તેમની સામે ગુનો નોંધવાની માગણી સ્થાનિકોએ કરી હતી.

પ્રત્ય દર્શીઓના કહેવા મુજબ ઘટના સ્થળે જરા સેકંડ માટે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. સાઈટ પર ૩૦ કિલોગ્રામ વજનનો જૅક નીચે પટકાયો તેના થોડા સેક્ધડ પહેલા જ અનેક લોકો અહીંથી પસાર થયા હતા.

એમએમઆરડીએની મેટ્રો લાઈન-નવ દહિસરથી કાશીગાવ તબક્કામાં આગામી અમુક મહિનાઓમાં કામ પતાવીને તેને જલદી શરૂ કરવાની યોજના છે. તે મુજબ પહેલા તબક્કાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.

આ કામ ચાલી રહ્યું છે, તેમાં શનિવારે મીરા રોડમાં લોખંડનો જૅક નીચે પટકાયો હોવાને કારણે સ્થાનિક નાગરિકો સહિત વાહનચાલકોમાં ગભરાટ વ્યાપી ગયો છે. આ દુર્ઘટના બાબતે એમએમઆરડીએના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગર્ડરને જોડવા માટે વાપરવામાં આવતો જૅક મજૂરના હાથમાંથી સરકીને નીચે પડી ગયો હતો.

જોકે જયાં કામ ચાલી રહ્યું છે ત્યા બેરિકેડ્સ લગાવીને રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યાં જૅક પડયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. મળેલ માહિતી મુજબ મેટ્રોના કામ દરમ્યાન વજનદાર લોખંડનો જૅક પડવાની ગંભીર નોંધ એમએમઆરડીએ લીધી છે અને સંબંધિત કૉન્ટ્રેક્ટરને દંડ ફટકારવામાં આવ્યો છે.

તે જ સબ-કૉન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરવા બાબતે પણ કાર્યવાહી કરવામાં આવવાની હોવાનું સૂત્રોએ જણાવ્યુંં હતું. તેમ જ આ પૂરી ઘટનાની તપાસ માટે સમિતિ સ્થાપવામાં આવવાની હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો…મુંબઈ, પુણે, નાગપુરમાં મેટ્રો, રેલવે, રોડ પ્રોજેક્ટ્સ સહિત 14 મહત્ત્વના નિર્ણયોને રાજ્ય પ્રધાનમંડળની મંજૂરી…

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button