મુંબઈ મૅરેથનમાં નિરમાબેન અને અનિશ ફરી ફેવરિટ

મુંબઈઃ આવતા રવિવારે (18મી જાન્યુઆરીએ) યોજાનારી ટાટા મુંબઈ મૅરથન (TMM)ની મુખ્ય રેસમાં ભાગ લેનાર ભારતીયોમાં ફરી એક વાર નિરમાબેન (Nirmaben) ઠાકોર અને અનિશ થાપા જીતવા માટે ફેવરિટ છે. 2025ની ટીએમએમમાં તેમણે ભારતીયોમાં વિજેતાપદ મેળવ્યાં હતાં.
ટીએમએમમાં ફુલ મૅરથન 42.195 કિલોમીટરની અને હાફ મૅરથન 21.097 કિલોમીટરની છે. ભારતીયોમાં એલીટ રેસ (મુખ્ય મૅરથન) જીતનાર ટોચના ત્રણ રનર્સને અનુક્રમે પાંચ લાખ રૂપિયા, ચાર લાખ રૂપિયા અને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ મળે છે. આ વખતે આ મુખ્ય રેસમાં ભારતના 23 પુરુષ અને 13 મહિલા રનર ભાગ લેશે.
આ પણ વાંચો : ડિફેન્ડિંગ ચૅમ્પિયનોને રવિવારે મુંબઈ મૅરેથન ફરી જીતવાનો કેમ દૃઢ વિશ્વાસ છે?
ગયા વર્ષે મૂળ ગુજરાતના નિરમાબેને ટીએમએમમાં એલીટ રેસ 2ઃ50ઃ06ના ટાઇમિંગ સાથે પૂરી કરી હતી. અનિશ (Anish) થાપાએ એ જ રેસ 2ઃ17ઃ23ના સમયમાં પૂરી કરી હતી.
વર્લ્ડ ઍથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રોડ રેસ તરીકે જાણીતી ટીએમએમમાં વિદેશી સ્પર્ધકોમાં ખાસ કરીને (પુરુષ વર્ગમાં) ગયા વર્ષના રનર-અપ એરિટ્રિયાના મેર્હાવી કેસીટ અને (મહિલા વર્ગમાં) ઇથોપિયાની મેડિના આર્મિનોનો સમાવેશ છે. ટીએમએમનું આ 21મું વર્ષ છે અને એમાં (ફુલ મૅરથનના) ટોચના ત્રણ વિજેતાને અનુક્રમે 50,000 ડૉલર, 25,000 ડૉલર અને 15,000 ડૉલર અપાશે.



