રાજ્યમાં ફરી વરસાદ: અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો એક્ટિન | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

રાજ્યમાં ફરી વરસાદ: અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો એક્ટિન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. તો અરબી સમુદ્રમાં ફરી એક વખત ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થયો હોવાથી રાજ્યમાં આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

અનંત ચતુર્દશીના ભારે વરસાદ પડયા બાદ મુંબઈમાંથી વરસાદ ગાયબ થઈ જતા ગરમી અને ઉકળાટથી મુંબઈગરા પરેશાન થઈ ગયા છે. બુધવારે સવારના આકરો તડકો પણ નીકળ્યો હતો. તાપમાનનો પારો ૩૦થી ૩૧ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે પણ ભેજનું પ્રમાણ વધું હોવાથી અસહ્ય વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે :ખેડૂતોને જોકે વાવણી ૧૫ જૂન બાદ કરવાની કૃષિ વિભાગની અપીલ…

મુંબઈમાં બુધવારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૧.૦ ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ અનુક્રમે ૯૦ ટરા અને ૮૭ ટકાની આસપાસ નોંધાયું હતું, ત્યારે આગામી દિવસોમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ અરબી સમુદ્રના ઈશાન ભાગમાં ઓછા દબાણનો પટ્ટો સક્રિય હોઈ તે ધીમે ધીમે પશ્ર્ચિમ તરફ સરકી રહ્યો છે. તેમ જ બંગાળના ઉપસાગરમાં પણ ચોમાસા માટે પોષક વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે. તેથી મહારાષ્ટ્રના મરાઠ્ાડા, વિદર્ભમાં વરસાદની હાજરી રહી હતી. આગામી ચારથી પાંચ દિવસ દરમ્યાન મુંબઈ, થાણે સહિત રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button