મુંબઇમાં લક્ઝરી ઘરોના ભાવ આસમાને તેમ છતાં વેચાણમાં વધારો….

મુંબઈ: લક્ઝરી ઘરોના ભાવ મુંબઈમાં હાલમાં આસમાને છે. હાલમાં મુંબઈ વિશ્વના 46 શહેરોમાં ભાવ વધારાના ધોરણે ચોથા ક્રમે છે. રિયલ એસ્ટેટ એડવાઈઝરીએ એક રિપોર્ટમાં એવી માહિતી આપી હતી કે 2023ના ત્રીજા ક્વાર્ટરમાં મુંબઈ, બેંગલુરુ અને નવી દિલ્હીમાં પ્રાઇમ રેસિડેન્શિયલ અથવા લક્ઝરી ઘરોની સરેરાશ કિંમત જુલાઈ-સપ્ટેમ્બર કરતા ઘણો વધારો થયો હતો.
વર્ષ 2023ના માર્ચ પછી ઘરોના ભાવ વધારામાં સરેરાશ વૃદ્ધિ થઇ હતી પરંતુ મુંબઈએ ગયા વર્ષની સરખામણીએ ભાવ વધારામાં 6.5 ટકાના વધારા શાથે 22માં સ્થાનેથી 18 સ્થાનની છલાંગ લગાવી હતી. નવી દિલ્હીમાં પણ ઘરોના ભાવોમાં ગયા વર્ષની સરખામણીએ 4.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જેના કારણે દિલ્હી ઇન્ડેક્સમાં 10મા સ્થાને અને બેંગલુરુ 2.2 ટકાના વધારા સાથે 17માં સ્થાને પહોંચી ગયું હતું જે ગયા વર્ષે 27માં સ્થાને હતી.
જો કે જુલાઇથી મુંબઈમાં લક્ઝરી ઘરોના વેચાણમાં 50 ચકા જેટલો વધારો થયો હતો. અહેવાલમાં જણાવાયું છે. જુલાઈ સુધીના છ મહિનામાં રૂ. 11,400 કરોડની પ્રોપર્ટીનું વેચાણ થયું હતું. હાલમાં લક્ઝરી ઘર ખરીદવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. અને તોના કારણે જ ઘરોના વેચાણમાં વધારો થયો છે.
હાલમાં ઘરોના ભાવ આસમાને પહોંચવા છતાં દેશના આઠ મેટ્રો શહેરો જેમ કે દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગલુરુ, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતામાં લક્ઝરી ઘરોની માંગ ઘણા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.