મુંબઈથી લખનઉ જતી ફ્લાઈટમાં પેસેન્જરે કર્યો હોબાળો, કહ્યું મારી સીટ નીચે બોમ્બ છે અને પછી…..
મુંબઈઃ મુંબઈથી લખનઉ જતી ફ્લાઈટમાં ત્યારે હોબાળો મચી ગયો જ્યારે 27 વર્ષીય પેસેન્જરે કહ્યું કે તેની સીટ નીચે બોમ્બ લગાવવામાં આવેલો છે. પેસેન્જરે આ વાત સાંભળતા જ એરપોર્ટની એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. જો કે પેસેન્જરે જેવું કહ્યું કે મારી સીટ નીચે બોમ્બ છે અને સાંભળતા જ ફ્લાઈટમાં અફરા તફરી થઈ ગઈ હતી.
મુંબઈથી લખનઉની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા 27 વર્ષના મોહમ્મદ અયુબે કહ્યું હતું કે તેની સીટ નીચે બોમ્બ રાખવામાં આવ્યો છે. આ પછી તમામ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફ્લાઈટનો ફ્લાઈંગ ટાઈમ પણ બદલવામાં આવ્યો હતો. અને ફ્લાઈટની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.
જો કે અધિકારીઓને ફ્લાઈટમાં તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. મળતી માહિતી મુજબ મુંબઈથી લખનઉ જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 5264માં બેઠેલા એક મુસાફરે બોમ્બનો હોબાળો કર્યો હતો.
એરપોર્ટ પોલીસે મુસાફર અયુબની અટકાયત કરી અને તેની સામે IPCની કલમ 506(2) અને 505(1)(B) હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે તેઓ એ એંગલથી પણ તપાસ કરી રહ્યા છે કે મુસાફરે આવું કેમ કર્યું. આ ઘટના પાછળ કોઈ મોટા માથા તો નથી ને કે પછી ફ્લાઈટ મોડી કરવા માટેનો મુસાફરનો ખાસ હેતુ શું હતો.