Christmas Gift: 31 ડિસેમ્બરના મુંબઈમાં લોકલ ટ્રેનો 24 કલાક દોડશે
મુંબઈઃ નવા વર્ષની ઉજવણી માટે રેલવેએ મુંબઈગરાઓની મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે, જેમાં ત્રણેય મુંબઈની લાઈનમાં વિશેષ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવેની મેઈન લાઈન સાથે હાર્બર અને મધ્ય રેલવેની મેઈન લાઈનમાં રાતના બાર વાગ્યાથી લઈને પહેલી જાન્યુઆરીના વહેલી સવાર સુધી દોડાવાશે. 31મી ડિસેમ્બરે લોકલ ટ્રેનો 24 કલાક દોડાવાશે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
31મી ડિસેમ્બરના પશ્ચિમ રેલવે દ્વારા આઠ અને મધ્ય રેલવેની મેઈન અને હાર્બર લાઈન ચારનો સમાવેશ થાય છે અને આ વિશેષ ટ્રેનો 1 જાન્યુઆરીના વહેલી સવારે ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે કહ્યું હતું કે તમામ આઠ સેવાઓ ચર્ચગેટ અને વિરાર સ્ટેશનો વચ્ચે ચલાવવામાં આવશે, તેમાંથી ચાર સેવાઓ ડાઉન (વિરાર બાઉન્ડ) અને ચાર અપ (ચર્ચગેટ બાઉન્ડ) દિશામાં હશે. આ ટ્રેનો તમામ સ્ટેશનો પર થોભશે. પશ્ચિમ રેલવે મુજબ વિરાર જતી ઉપનગરીય લોકલ ચર્ચગેટથી રાતના 1.15, 2, 2.30 અને 3.25 વાગ્યે ઉપડશે, જ્યારે વિરારથી ચર્ચગેટ જતી લોકલ સવારે 0.15, 0.45, 1.40 અને 3.05 વાગ્યે ઉપડશે.
Also read:મુંબઈમાં ફરી ‘ચોમાસું’ જામ્યુંઃ મુલુંડ, ભાંડુપમાં ભારે વરસાદ
મધ્ય રેલવેની મેઈન લાઇનમાં સીએસએમટી અને કલ્યાણ વચ્ચે તેમ જ હાર્બર લાઇન પર સીએસએમટી અને પનવેલ વચ્ચે ચાર વિશેષ ટ્રેનો ચલાવશે. મધ્ય રેલવેમાં સીએસએમટીથી રાતના 1.30 વાગ્યે ટ્રેન કલ્યાણ માટે રવાના થશે, જ્યારે રિટર્નમાં રાતના 1.30 વાગ્યે કલ્યાણથી સીએસએમટીથી માટે ટ્રેન રવાના થશે. હાર્બર લાઈનમાં પણ સીએસએમટીથી રાતના 1.30 વાગ્યે ટ્રેન પનવેલ અને પનવેલથી રાતના 1.30 વાગ્યે સીએસએમટી માટે રવાના થશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)